Posts filed under 'રાજેન્દ્ર શુકલ'

અંતાખડી – રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla

કાળ તો ક્યાં હોય છે, હોય છે બસ અબઘડી,
અધઘડી આળેખતાં ખૂટ ગઇ બારાખડી!

લ્હેર ઊઠી ભીતરે, ઊઠતાં સઘળે અડી,
અડતાંવેંત જ ઓગળી, ઓગળી અડવડ બડી !

એક એના વેણની ગાંઠ જે નિંગઠ પડી,
છોડતાં છૂટી નહીં, બંધ ગઇ નાડાછડી !

ખેડવ્યાં ખંભો દઇ, બારી ભેળાં બારણાં,
આગળા તડતડ તૂટ્યા, મિટ ગઇ સબ ગડબડી !

હું હસું ને એ હસે, એ હસે ને હું હસું,
અંત વિણ ચાલ્યા કરે, બેયની અંતાખડી !

ચેતવેલો શબ્દ છું, જ્યોત ઝળહળ જાગતી,
એમ હું આવું પ્રગટ જેવી જેની આખડી !

જ્યાં લગી છું, ત્યાં લગી છું, છવાયેલો જ છું,
ભીતરે પધરાવશો, એ પછી યે ચાખડી !

- રાજેન્દ્ર શુકલ

    અંતરની વાણીમાંથી જ અભિવ્યક્તિ પામતી, ગુજરાતના મહાકવિની આ રચનામાં ગઝલની સુંદરતાની સાથે અશબ્દના શબ્દની વેધકતા પણ છે. આ ઘડીમાં જ જીવતાં, બધા કમાડોના આગળા તૂટી જાય અને પૂર્ણ પ્રકાશ પથરાઇ જાય તે ભાવ અહીં સમગ્રતયા છવાઇ ગયો છે.

Add comment January 22, 2007

શબ્દનું ઘર ઊઘડે – રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

પ્હેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે,
કમળ જ નહીં, આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.

આ શ્વાસ ને ઉચ્છ્વાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મ જન્માન્તર બધાં આ થર પછી થર ઊઘડે.

રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે.

ઊભો સમય થિર આંખમાં થંભી ગઇ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે.

- રાજેન્દ્ર શુકલ

1 comment January 8, 2007

અંધારું લ્યો – રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તો ઉંબરમાં ઊતરાવ્યું રે.
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ -
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

- રાજેન્દ્ર શુકલ

આ વર્ષે સર્વશ્રેષ્ઠ ગણાયેલા આ ઋષિકવિને પોઠો ભરી ભરીને આવેલી જીવનની બધી મતા અંધારું જ લાગે છે. સવારનો પ્રકાશ ન થાય ત્યાં સુધી આ અંધારું બહુ પ્રિય લાગે છે. તે મમળાવવાના કોડ આભને અડી જાય છે.

પણ અંધારું એ અંધારું !  અજવાળું ન દેખાય ત્યાં સુધી જ તેની મહત્તા! અહીં આપણો પ્રયાસ અજવાળાને મમળાવવાનો છે.

1 comment January 4, 2007

તો કહું – રાજેન્દ્ર શુકલ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું! (more…)

2 comments September 25, 2006

હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુકલ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક. (more…)

Add comment September 8, 2006

યા નિશા સર્વ ભૂતાનાં – રાજેન્દ્ર શુકલ

ગામ શ્હેર સૂતાં છે રેશમી રજાઇમાં;
કોક બેઠા જાગે છે, લો! ગઝલ સરાઇમાં. (more…)

2 comments September 5, 2006


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

July 2009
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ

Meta

a