Archive for July 4th, 2009

સનેડો

ગુજરાતી બ્લોગ જગતની એક ઘટના:             કવીલોક -  26 જુનથી 2 જુલાઇ.

           હું મુઓ વીજ્ઞાનનો માણસ, તે પૃથક્કરણ અને પોસ્ટ મોર્ટમ કરવાનું હમ્મેશ મન થાય ! તો થયું કે લાવને, આનું ય કરું ! પણ એક જ દીવસનો સ્નેપ-શોટ હોં !

         લ્યો તાણે હોંભળો મારી વાત..…

1 – જુલાઇ 2007 -              સામસામી પ્રક્ષેપાસ્ત્રોની વર્ષા–
2 – જુલાઇ 2007 -              ‘ચાલો આપણે સાથે હળીમળીને રહીએ’

        કોણ હાર્યું અને કોણ જીત્યું એનાં મુલ્યાંકનો પણ થયાં ! એમાં અમારા જુ’કાકાએ મને અંગત ઇમેલમાં એક બહુ મહત્વની વાત કહી ( શ્રી. જુગલકીશોર વ્યાસનું અમારી પરીચય ટોળીમાં હુલામણું નામ છે, જુ’કાકા. જેમ મારું ‘દાદા’ છે તેમ ! )

         શું કહ્યું જુ’કાકાએ ? ‘ આ તો ‘ક્ષમા’ની જીત થઇ.’ હવે માળી વીચીત્રતા તો એ કે, ક્ષમા એમના એક પત્રમંજુષાના પાત્રનું ય નામ છે પાછું ! ( વાંચો. )
         અને મને આ મુલ્યાંકન ગમ્યું.

         આપણને સૌ બ્લોગરોને વળગેલો મકરંદીય, ઇચ્છનીય રોગ – ‘ગમતાનો ગુલાલ’ કરવાનો — મને ય ખરો જ ને? એટલે એને તમારા બધાંની સાથે વહેંચું છું. આમાં કોઇ આપવડાઇ દેખાય તો ય પાછી ક્ષમા કરશો, એમ આગોતરું જણાવી દઉં છું!

          હવે ક્ષમાથી હવામાન બદલાયું, પણ ક્ષમાની ગંગોત્રી/જનની કોણ, પ્રેમ જ ને ?!

          આપણને બાપુ, સહેજમાં પ્રેમ થઇ જાય. એમાંય આ તો એક વરસનું સંવનન! એટલે આ ક્ષમાની પાછળ આપ સૌને માટે અનહદ પ્રેમે જ ક્ષમા માટે મને પ્રેર્યો; એવું કહું તો સાવ સાચ્ચી દીલની વાત …

          હવે આપણ સૌ કવીતાના, સુગમ સંગીતના રસીયા જણ પણ ખરા. તો એની પાછળનો ય ભાવ તો પ્રેમ જ ને?

          મારી જીંદગીમાં અનેક ઘટનાઓ ઘટી, પણ જ્યાં માનવતા વીજય પામી હોય, એક ડગલું આગળ ધપી હોય તો તે આ ‘પ્રેમ’ને કારણે છે, એવું હું સતત અનુભવતો આવ્યો છું. એટલે આ મારી સ્વાનુભવની પ્રતીતી છે કે, જ્યારે પ્રેમ જીતે છે ત્યારે આપણે એક નાનું શું ય ડગલું આગળ ચાલીએ છીએ.   ( વાંચો : ‘ બની આઝાદ– ભાગ 6 ‘  )

         તો હાલો ભાયુ ને બેન્યું ! આપણે આવાં ઘણાં બધાં ડગલાં હડફભેર હારે હાલી નાંખીએ. છાવણીઓના તંબુઓમાંથી બહાર આવીને મનભરીને નાચીએ અને સનેડો ગાઇએ -

સનેડો, સનેડો બ્લોગ જગતનો સનેડો.
સનેડો, સનેડો ભાવ જગતનો સનેડો.
સનેડો, સનેડો વીશ્વગુર્જરી, સનેડો.
સનેડો, સનેડો, એક માત્ર આ સનેડો.

( વાંચો : મારું એક કવીતડું  –’સનેડો’ )

5 comments July 4, 2009


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

July 2009
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ

Meta

a