Archive for July, 2008
‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.
24 જુલાઈ, 2007
આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 - : - 2 -
આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના…. આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.
આજે અમેરીકા વીશે એક લેખ પ્રસીધ્ધ કર્યો છે.
મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા
. અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું.
થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત -
Blog Stats
Total views: 32,741
Busiest day: 453 — Friday, June 6, 2008
Views today: 234
Totals
Posts: 525
Comments: 1,350
Categories: 41
Tags: 54
અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)
- ગુજરાતી સારસ્વત પરીચય -84,700
- ગુજરાતી પ્રતીભા પરીચય - 13,688
- ગુજરાતી મહાજન પરીચય - 2,119
- કાવ્યસુર - 35,445
- અંતરની વાણી – 24,137
અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા)
- કવિલોક - 39,452
- હાસ્ય દરબાર – 55,792
- બાળકોનો કલરવ - 16,868
- તુલસીદલ – 11,314
આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.
આપ સૌનો ખુબ ખુબ આભાર.
3 comments July 23, 2008
ધર્મ અને વીજ્ઞાન
માણસના મનમાં કુદરતે મુકેલી વીચારશક્તીના પ્રતાપે, માણસે કેવળ પશુવ્રુત્તીમાંથી અનેરી પ્રગતી સાધી છે. આ પ્રગતીનાં બે મુળભુત પાસાં તે ધર્મ અને વીજ્ઞાન. આ વીચારશક્તીના કારણે જીવન સુખ અને સગવડથી ભરેલું બન્યું છે; અને સારાસારનો વીવેક પણ નીપજ્યો છે. પણ સાથે સાથે અનેક અનીષ્ટોને પણ તેણે જન્મ આપ્યો છે.
મારા મતે આમાંનું એક સૌથી પ્રધાન અનીષ્ટ છે – ધર્મ અને વીજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ. વીજ્ઞાને ધર્મ અને નીતીની ઘોર ઉપેક્ષા કરી છે. વીજ્ઞાનની મદદથી સર્જાયેલા સાધન અને સમ્પત્તીના કારણે માણસ ભોગવાદી બન્યો છે; કેવળ સ્વાર્થમાં જ રાચતો થયો છે.
તો સામે પક્ષે ધર્મે વીજ્ઞાનને હમ્મેશ પરમ તત્વથી વીમુખ માન્યું છે; અને તેને દબાવવા, કચડવા પ્રયત્નો કર્યા છે. સોક્રેટીસને ઝેર આપી મારી નાંખ્યો છે; બ્રુનોને જીવતો જલાવી દીધો છે. ગેલીલીયોને કેદમાં રીબાવી, તેની માન્યતાઓને બળાત્કારથી ઉલટાવવા મજબુર કર્યો છે. પોતાની ધાર્મીક માન્યતાઓ અન્ય પર ઠોકી બેસાડવા અનેક યુધ્ધો લડાયાં છે; રકતપાત થયો છે; સંસ્ક્રુતીઓ તારાજ થઈ ગઈ છે.
અને કરુણાજનક વાત તો એ છે કે, ધર્મ અને વીજ્ઞાન એક જ સત્યના બે પાસાં છે !
વીજ્ઞાન સત્યનું અવલોકન કરે છે, એ અવલોકનમાંથી તર્ક અને પ્રયોગોના સહારે નવી શોધખોળો કરે છે અને નવાં સાધનો, શાસ્ત્રો, વીચારધારાઓને જન્મ આપે છે. ધર્મ સત્યની સર્વોપરીતાની ભક્તી કરે છે અને ભાવ અને શ્રધ્ધાના સહારે અંતરની વાણીને ઉજાગર કરે છે; સજીવની અંદર રહેલા જીવંત તત્વ સાથે ગોઠડી સાધે છે.
અને આવી જ કો’ક અંતરની વાણી કો’ક ન્યુટનને ગુરુત્વાકર્ષણનો નીયમ રજુ કરવા પ્રેરે છે. આવી જ કો’ક વાણી જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર જેવા વીજ્ઞાનના માણસને કુદરતમાં રહેલી સંવાદીતા નીહાળવા પ્રેરે છે , તો ક્યાં’ક ગૌતમ બુધ્ધને કેવળ વીવેક બુધ્ધી જગવવા પ્રોત્સાહીત કરે છે.
મારા મતે, માનવમનના વીકાસના પ્રારંભીક તબક્કામાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. પ્રાગૈતીહાસીક કાળના એ અબુધ માનવીઓ, એ જંગલના જીવો સત્યની ઘણી વધુ નજીક હતા. અનેક જીવનસંઘર્ષોની વચ્ચે, ધર્મ અને વીજ્ઞાન બન્ને એમના જીવનમાં એક રુપ બનીને વીલસતા, પાંગરતા હતા. આવી જ પરીકલ્પના મારી નવલકથાના આજના પ્રકરણની પાર્શ્વભુમીમાં છે. એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
પણ આપણી કહેવાતી સંસ્ક્રુતીએ આ પાયાની સંવાદીતાનો દાટ વાળી દીધો છે. ધર્મ અને વીજ્ઞાન એકમેકના વીરોધી બનીને બેઠા છે. શ્રધ્ધા અને તર્ક તાલબધ્ધ બનીને એક સાથે કેમ ન ચાલી શકે? શ્રધ્ધા શું અંધ થવા જ સર્જાઈ છે? તર્ક શું કેવળ ભોગવાદીપણાને ઉત્તેજન આપવા જ સર્જાયો છે? આના એક ઉકેલ તરીકે, વીવેકબુધ્ધી કેળવવાનો મત પણ પ્રવર્તે છે. પણ આ વીવેક માત્ર વીજ્ઞાનને જ મહત્વ આપે છે. શ્રધ્ધાનો છેદ જ ઉડાવી દે છે.
માનવ જાગરુકતા જે તબક્કે આવીને ઉભી છે, તેમાં આ સંવાદીતા ફરીથી ઉજાગર થશે; તો માનવજાત સર્વનાશ તરફની આંધળી દોટમાંથી કોઈક ઉજાસવાળો માર્ગ કાઢી શકશે. આ દોટ વીષેની એક પરીકલ્પના અહીં વાંચો . નહીં તો આ હજારો વર્ષોમાં થયેલો વીકાસ, એક વર્તુળ પુરું કરીને માનવજાતને એ પથ્થરયુગમાં ફરી પાછી લાવી દેશે.
———
આ વીચાર ધારાને ઉદ્દીપીત કરવા પાછળ મારા પુત્રવત ચીરાગ પટેલ્નો મ્રુત્યુ પરનો લેખ છે. એ વાંચવા અહીં ક્લીક કરો.
આશા રાખું કે, આ વીષય ઉપર વીશદ ચર્ચા થશે. મારા મતે આ આપણી પાયાની એક જરુરીયાત છે.
4 comments July 12, 2008