Archive for March, 2008
અંતરના ઉંડાણની વાત – અખિલ સુતરીયા
મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે,
મને જે ગમ્યું તે તમને ગમે,
એનો અર્થ એ તો ન જ થાય કે -
તમને જે થાય એ મને થાય,
તમને જે લાગે એ મને લાગે,
તમને જે ગમે એ મને ગમે !!
પણ … ધારોકે … એવું થાય.. તો …
હું તમે બની જાઉ કે તમે હું બની જાઓ
- કે પછી :
હું, હું નથી અને તમે, તમે નથી
- તો પછી કોણ, કોણ છે એ જાણવાની કોઇ જરૂર ખરી ??
બે જણના અંતર વચ્ચે કોઇ અંતર રહે ખરું ?
- આ તો અંતરના ઉંડાણમાંથી આજની વાત.
- અખિલ સુતરીયા
તેમની વેબ સાઈટ ગુજરાતનું જીવન દર્શન કરાવતી વીડીયો વેબ સાઈટ
મારો અખિલભાઈ સાથે પરીચય હજુ નવો નવો જ છે; પણ આ વાત મને સ્પર્શી ગઈ. આમાં ‘હું’ કોણ છે; તે કળવું બહુ જ કઠણ છે!
મને તો આ ‘હું” અખિલભાઈ નહીં પણ પરમ તત્વ હોય તેમ લાગ્યું. અને માટે જ ‘ અંતરની વાણી ‘ માં ટપકાવી દીધું.
5 comments March 25, 2008