વીપશ્યના – અનુભવો : 3

February 15, 2008

       અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.

     અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.

      આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.

      ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.

      ‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘

      આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.

      બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને  મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ.  પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.

      બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે,  આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.

      પણ આપણા રામ તો પાછા હતા એના એ જ.  બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.

=============================

- આવતા અંકે ….   મારા વીચારો

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

10 Comments Add your own

  • 1. Chirag Patel  |  February 15, 2008 at 8:26 am

    દાદા, તમારી ઈર્શ્યા થઈ આવી.

    Reply
  • 2. nilam doshi  |  February 15, 2008 at 9:50 pm

    દાદા, તમારો અનુભવ જાણ્યો..અને માણ્યો…નશીબદાર ને જ આવો અનુભવ થાય. આવા અનુભવ..નો એકાદ ચમકારો જ પણ ઘણીવાર જીવનને બદલાવી નાખતા હોય છે….બરાબર ને ?

    Reply
  • 3. નીલા  |  February 20, 2008 at 10:25 pm

    આપના અનુભવથી એમ લાગે છે કે આ અનુભવ કરવો રહ્યો.

    Reply
  • 4. pragnaju  |  February 24, 2008 at 12:44 pm

    સાદી સીધી વાત હ્રુદયને સ્પર્શી ગઈ…
    આમેય આપણે તેજ માંગીએ છીએ કે-
    તારો અણસાર થાય અને હું ગાફેલ ન રહું…
    આગળ વાંચવા અધીરી થઈ છું
    ઉતાવળ રાખશો

    Reply
  • 5. Pinki  |  February 25, 2008 at 11:44 am

    દાદા,આ વિપશ્યના શિબિરને અને મારે થોડું
    છેટું રહી જતું પણ તમે તમારો અનુભવ કહ્યો
    તે પરથી હવે આજે થોડો અફસોસ ઓછો થશે.
    હું Pranic Healing શીખી તે વખતે મને
    તમારા જેવો જ અનુભવ થયેલો અને

    આજે પણ મારા મન અને શરીરની સંવેદના
    ખૂબ જ જાગૃત જ રહી છે ….તેનું મને પણ
    સાનંદાશ્ચાર્ય…….!!

    ચિરાગભાઈના બ્લૉગ પર મેં કહેલું કે
    છુપાવા પાછળ કોઈ દેખીતું કારણ તો નથી
    નિજાનંદ વહેંચવાનો અનેરો આનંદ પણ પામી લઈએ…!!

    Reply
  • 6. Chirag Patel  |  February 29, 2008 at 10:06 am

    દાદા,

    ઘણાંની પ્રકૃતી ‘સાકાર’ માટે યોગ્ય હોય છે, એટલે વીપશ્યના સાકારનો સાક્ષાત્કાર કર્યા પછી યોગ્ય રહે, એવું મારું માનવું છે.

    Reply
  • 7. Pinki  |  March 2, 2008 at 12:08 am

    chiragbhaini vat mahad anshe sachi chhe
    pan sakar sathe ekakaar thai gaya pachhi
    eni anubhuti pan naa raheti hoi ane vali
    aapne nirakar svarupe pamvani ichchha kariye chhiye…..!!

    Reply
  • 8. j4jules  |  March 4, 2008 at 11:00 am

    I have been at BADA – Mandvi for Vipassana , truely aswome experience. I must say it given me totaly different direction of life.

    But my point is when we are suppose to fee the ‘feeling’ inside and through our body – we visualize it depending on our knowledge and our understanding of our body functions… as far as ‘ekagrata’ and dhyan concernted – hats of to vipassana, it gives totaly different aproach towards life, I m happy that i happend to be there and learn it at very early age in life.

    Reply
  • 9. dhavalrajgeera  |  March 25, 2008 at 10:43 am

    Dear Bhai Suresh,

    I am reading all you are giving to us.
    Gujarati blogers and surfers.
    Readers and lovers of Gujarati.
    ‘Antarni Vani’ some thing Special.
    Pujya goyankaji and Ramayani- manasmarmgyan pujya Kapindraji of New Delhi-Foundre of Ramayan Vidyapith and Sanmelan were connected and during 1975 We had learned Pujya Goyankaji and His love of Life and teaching “VIPSYANA”
    You have done a great service to us and put three parts of vipsyana.
    Keep serving Gujarat and Gujarati world.
    regards

    Rajendra

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

    Reply
  • 10. તુલસીદલ  |  March 25, 2008 at 2:47 pm

    [...] વીપશ્યના – અનુભવો : 3 [...]

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

મહિનાવાર ટપાલ

Meta

a