નાસ્તીકતા
November 10, 2007
‘અંતરની વાણી’ માં નાસ્તીકતાને સ્થાન છે ખરું? બહુ જ ચર્ચાસ્પદ બાબત છે.
મારા વીચાર જણાવું તો … હોઈ શકે. જરુર હોઈ શકે.
આત્માનો અવાજ. અંતરની વાણી. એને આસ્તીકતા સાથે શો સંબંધ? જ્યારે અંતરનો અવાજ સાંભળી પરમ તત્વ સાથે ગોઠડી સાધીએ ત્યારે એ જરુરી નથી કે આપણે ઈશ્વરની પરીકલ્પનામાં માનતા થઈ જઈએ. જે કશુંક આપણી અંદર હોય છે, તેની સાથે ભાવાત્મક એકતા સધાય એટલું જ. તેને નામ કે રુપ આપવું, કે તેનાં ગુણગાન ગાવાં, કે તેની પુજા કે સ્તુતી કરવી તે તો બધી બાહ્ય બાબત છે. આચાર છે. પદ્ધતી છે.
આવું કશું ન કરીએ તે પણ એક પદ્ધતી હોઈ શકે. માત્ર સંવાદની પ્રામાણીકતા હોવી ઘટે.
નાસ્તીક એટલે ભૌતીકતામાં રાચતી વ્યક્તી; તે ચીલાચાલુ માન્યતા ખોટી છે. તે જ રીતે નાસ્તીક વ્યક્તી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી પર હોય તે માન્યતા પણ એટલીજ ભુલભરેલી છે! આદરણીય શ્રી, ગુણવંત શાહનો લેખ આ વાતને પુશ્ટી આપે છે. ખરું કહું તો એ લેખ વાંચીને જ આ વીચારો વ્યક્ત કરવાની પ્રેરણા મળી.
ઈશ્વરના અસ્તીત્વને માનવું કે ન માનવું તે તો એક બહુ જ ગૌણ બાબત છે. મુખ્ય વાત તો એ છે કે, આપણે આપણા અંતરની સાથે પ્રમાણીક છીએ ખરા? શું આપણે તે અવાજને સાંભળવા તૈયાર છીએ ખરા?
જો નાસ્તીક વ્યક્તી આ અવાજને સાંભળવા સક્ષમ હોય; અથવા તેની તે માટે તૈયારી હોય તો તે સાચો વૈશ્ણવજન છે.
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, મારા વિચારો, સુરેશ જાની. .
5 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
sunil shah | November 10, 2007 at 3:34 am
સરસ ચીંતન રજુ કર્યું છે..પોકળ આસ્તીકતા કરતાં નાસ્તીકતા વધુ સારી. વળી ઈશ્વર હોય કે ન હોય, માણસ તેના રોજીંદા વ્યવહારમાં પ્રામાણીક રહે, કોઈની લાગણી ન દુભાવે, પોતાની ફરજો નીષ્ઠાપુર્વક બજાવે તો તે આસ્તીક હોય કે નાસ્તીક, શો ફેર પડે છે..?
2.
Rajendra Trivedi, M.D. | November 13, 2007 at 12:46 am
We can observe that many people are killed due to so called “Dharm Janoon”. We must believe in “Vasudhaiwa Kutumbakam” and “Sarva-dharma-samanta”.
જો નાસ્તીક વ્યક્તી આ અવાજને સાંભળવા સક્ષમ હોય; અથવા તેની તે માટે તૈયારી હોય તો તે સાચો વૈશ્ણવજન છે.
ઈશ્વરના અસ્તીત્વને માનવું કે ન માનવું તે તો એક બહુ જ ગૌણ બાબત છે. મુખ્ય વાત તો એ છે કે, આપણે આપણા અંતરની સાથે પ્રમાણીક છીએ ખરા? શું આપણે તે અવાજને સાંભળવા તૈયાર છીએ ખરા?
BHAI SURESH !
VERY TRUE.
3.
RASHMIKANT C DESAI | November 18, 2007 at 7:08 am
One does not have to be an atheist to be rational. God and science are like two faces of a coin, existing together, appearing to face away from each other and yet worthless without each other. The trouble with the religions is not only that they are against science but that they are self contradictory. For example they preach love but encourage hatred of other religions.
4.
nilam doshi | November 22, 2007 at 10:57 am
આસ્તિક કોને કહેવો કે નાસ્તિક કોને કહેવો..એ વ્યાખ્યા માં ફીટ કરી શકાય સંપૂર્ણપણે ?
કોઇના બે આંસુ લૂછી શકે..કે કોઇની પીડામાં કોઇ પણ રીતે ભાગ લઇ શકે તો તેના જેવો પરમ આસ્તિક કોઇ નથી. તેને મંદિરે જવાનો સમય પણ કયા હોય ? તેને માટે ઇશ્વર કોઇ મૂર્તિમા નથી જ.
આ જેટલુ લખીએ તેટલુ ઓછુ જ છે ને દાદા ?
5.
RASHMIKANT C DESAI | December 3, 2007 at 1:53 pm
નાસ્તિકતા અંગે થોડું વધારે. તે બે પ્રકારની હોઈ શકે.
ઈશ્વર છે જ નહીં તેમ માનનારા પહેલા પ્રકારમાં આવે.
બીજામાં મારા જેવા આવે કે જે ઈશ્વરમાં માનવા છતાં એકે ય ધર્મમાં ન માનતા હોય. મારી સમજ પ્રમાણે રામ કૃષ્ણ વગેરે અત્યંત મહાન ખરા પણ મનુષ્ય જ. કલન ગણિત (કેલ્ક્યુલસ) માં કહે છે તેમ ‘ટેંડ્સ ટુ ઈન્ફીનીટી’ કે પછી ‘ટેંડ્સ ટુ ડિવીનીટી’. ઘણા મહાન કામો કર્યા તે બદલ માનને પાત્ર ખરા પણ પૂજાને પાત્ર એટલા માટે નહીં કે થોડા ખરાબ કામો પણ કર્યા. જેવા કે સીતાની અગ્નિપરીક્ષા, શંબુકનો વધ અને નિર્દોષ સીતાનો ત્યાગ એ રામને અપૂજ્ય બનાવે. કૃષ્ણએ પણ જે રીતે કર્ણને વારંવાર અન્યાય કર્યો તે તેમના પરમેશ્વર હોવાના દાવાને માટે લાંછન હતું. અને જો ખરેખર જ તેમણે વર્ણવ્યવસ્થા પોતે જ બનાવી હોય તો તે તો આપણા સમાજની અધોગતિ કરવા બદલ ખૂબ જ વખોડવા લાયક કૃત્ય જ ગણી શકાય. આવી વ્યક્તિએ બીજા ગમે તેટલા મહાન કાર્યો કર્યા હોય કે ઉપદેશ આપ્યો હોય તો પણ તેને ઈશ્વર કેવી રીતે માની શકાય?