શુન્ય – સંત મેકણ

September 4, 2007

નહી શૂન્યમેં વસ્તી, નહીં વસ્તીમેં શૂન્ય
મેકા સદગુરુ પાઈએ, અહોનિશ લગી ધૂન.
- સંત મેકણ

કચ્છી સંત મેકણ પણ એ જ વાત કરે છે, જે અનેક સંતો વારંવાર, પરાપુર્વથી કહેતા આવ્યા છે.

         જ્યાં શુન્ય છે, ત્યાં કોઈ વસ્તી નથી- અરે! હવાનો એક કણ પણ નથી. અને જ્યાં વસ્તી છે, ત્યાં શુન્યનો અભાવ હોય છે. કાંઈક જ હોય છે. જ્યાં કાંઈક હોય, તે સીમીત બની જાય છે. તે કાઈક જ રહી શકે છે કે થોડું વધારે કાંઈક જ બની શકે છે. શુન્ય હોય ત્યાં સમગ્ર સમશ્ટી હોય છે.

        પણ  આપણે તો કાંઈક જ થવું છે. છીએ તેનાથી થોડાક વધારે – થોડા વધારે ડોલરવાળા, થોડા વધારે મોટા સમાજમાં સ્વીકૃત અને આદરણીય. થોડીક વધારે કીર્તી, થોડુંક મોટું પદ, થોડીક વધારે સત્તા. આપણો પ્રેમ પણ સીમીત. આપણી લાગણીઓ પણ સીમીત. આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા પણ સીમીત.

    પણ સીમીત તે સીમીત. તેમાં શુન્યની મસ્તી ક્યાં?

[ સંત મેકણની કચ્છી સાખીઓ ' અનહદની બારી' માંની એક સાખી. ]

Entry Filed under: દુહા, સંત મેકણ, સંતવાણી. .

6 Comments Add your own

  • 1. vishwagujpratibha  |  September 4, 2007 at 11:23 am

    SRUSTI PRABHUE BANAAVI SHUNYAMAATHI
    MAANVIO BADHAA BANYA SHUNYAMAATHI
    GURU MELVI BANISHU FARI SHUNYA
    TO JA PRABHUMAA BHALI THAASHU FARI SHUNYA>>>>>DR. MISTRY

    Reply
  • 2. Chirag Patel  |  September 4, 2007 at 3:58 pm

    સ્વૈરવિહાર – ચિરાગ પટેલ 1998

    શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
    સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.

    માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
    ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.

    ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
    વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.

    બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
    છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.

    તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
    દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.

    એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
    ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.

    ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
    સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.

    વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
    મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.

    ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
    શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.

    Reply
  • 3. હરીશ દવે  |  September 7, 2007 at 10:47 am

    સંત મેકણની કૃતિઓ સમજવી તે સદભાગીનું કામ.

    …. હરીશ દવે અમદાવાદ

    Reply
  • 4. pragnaju  |  September 26, 2007 at 10:47 am

    નહી શૂન્યમેં વસ્તી, નહીં વસ્તીમેં શૂન્ય
    મેકા સદગુરુ પાઈએ, અહોનિશ લગી ધૂન.
    - સંત મેકણકચ્છી સંત મેકણ પણ એ જ વાત કરે છે, જે અનેક સંતો વારંવાર, પરાપુર્વથી કહેતા આવ્યા છે.જ્યાં શુન્ય છે, ત્યાં કોઈ વસ્તી નથી- અરે! હવાનો એક કણ પણ નથી. અને જ્યાં વસ્તી છે, ત્યાં શુન્યનો અભાવ હોય છે. કાંઈક જ હોય છે. જ્યાં કાંઈક હોય, તે સીમીત બની જાય છે. તે કાઈક જ રહી શકે છે કે થોડું વધારે કાંઈક જ બની શકે છે. શુન્ય હોય ત્યાં સમગ્ર સમશ્ટી હોય છે.
    પણ આપણે તો કાંઈક જ થવું છે. છીએ તેનાથી થોડાક વધારે – થોડા વધારે ડોલરવાળા, થોડા વધારે મોટા સમાજમાં સ્વીકૃત અને આદરણીય. થોડીક વધારે કીર્તી, થોડુંક મોટું પદ, થોડીક વધારે સત્તા. આપણો પ્રેમ પણ સીમીત. આપણી લાગણીઓ પણ સીમીત. આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા પણ સીમીત. પણ સીમીત તે સીમીત. તેમાં શુન્યની મસ્તી ક્યાં?
    મારી અલ્પ સમજ પ્રમાણે–આ પણ સહજ છે.આપણે અહંકાર ૦ થઈ, સદગુરુની પ્રપન્ન શરણાગતી સ્વિકારીએ તે આધ્યાત્મિક આદર્શ છે.પણ વિનોબાજીએ કહ્યું તે પ્રમાણે વિજ્ઞાન સાથે આધ્યાત્મ જોડવાથી સહજ સમજ પડશે.આપ્ણે સ છીએ તેને ૦ થી ગુણીએ તો ૦ જ આવશે તેના કરતા સને અનંત “infinity’થી ભાગીએ તો ૦ આવશે! ૦ની મસ્તી પણ આવશે.( plus infinity and minus infinity; they are useful as sentinel values in algorithms involving sorting, searching or windowing.).પછી તો પુર્ણમહપૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્લમેવાવ શિષ્યતે…
    કંઈક સમજાશે

    Reply
  • 5. DR. CHANDRAVADAN MISTRY  |  October 28, 2007 at 11:55 am

    Sant Mekanna unchcha viccharone fari vandan

    Reply
  • 6. મગજના ડોક્ટર  |  November 19, 2007 at 7:51 am

    પણ સીમીત તે સીમીત. તેમાં શુન્યની મસ્તી ક્યાં?
    ONE WHO KNOWS SANT MEKAN BECOMES ” VAIRAGI”

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

September 2007
M T W T F S S
« Aug   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

મહિનાવાર ટપાલ

Meta

a