Archive for September, 2007

શુન્ય – સંત મેકણ

નહી શૂન્યમેં વસ્તી, નહીં વસ્તીમેં શૂન્ય
મેકા સદગુરુ પાઈએ, અહોનિશ લગી ધૂન.
- સંત મેકણ

કચ્છી સંત મેકણ પણ એ જ વાત કરે છે, જે અનેક સંતો વારંવાર, પરાપુર્વથી કહેતા આવ્યા છે.

         જ્યાં શુન્ય છે, ત્યાં કોઈ વસ્તી નથી- અરે! હવાનો એક કણ પણ નથી. અને જ્યાં વસ્તી છે, ત્યાં શુન્યનો અભાવ હોય છે. કાંઈક જ હોય છે. જ્યાં કાંઈક હોય, તે સીમીત બની જાય છે. તે કાઈક જ રહી શકે છે કે થોડું વધારે કાંઈક જ બની શકે છે. શુન્ય હોય ત્યાં સમગ્ર સમશ્ટી હોય છે.

        પણ  આપણે તો કાંઈક જ થવું છે. છીએ તેનાથી થોડાક વધારે – થોડા વધારે ડોલરવાળા, થોડા વધારે મોટા સમાજમાં સ્વીકૃત અને આદરણીય. થોડીક વધારે કીર્તી, થોડુંક મોટું પદ, થોડીક વધારે સત્તા. આપણો પ્રેમ પણ સીમીત. આપણી લાગણીઓ પણ સીમીત. આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા પણ સીમીત.

    પણ સીમીત તે સીમીત. તેમાં શુન્યની મસ્તી ક્યાં?

[ સંત મેકણની કચ્છી સાખીઓ ' અનહદની બારી' માંની એક સાખી. ]

6 comments September 4, 2007

ત્રણ પાત્રો, ત્રણ ચીજ

       તમારી સામે પાણીથી ભરેલાં ત્રણ પાત્રો પડ્યાં છે. એકમાં તમે થોડાં ગાજર નાંખો છો, બીજામાં થોડાં ઈંડાં અને ત્રીજામાં થોડી કોફી. આ ત્રણે   પાત્રોને તમે પંદર મીનીટ ઉકાળો છો.

      પહેલા પાત્રનાં ગાજર સાવ પોચાં પડી જાય છે, બીજા પાત્રનાં ઈંડાં કઠણ બની જાય છે. ત્રીજા પાત્રમાંની કોફી પાણી સાથે ભળી જાય છે; તેનું નામોનીશાન રહેતું નથી. પણ સરસ મજાની સોડમ તે પાત્રમાંથી  આવવા લાગે છે.

———————————————————

     આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ આ ઉકળતા પાણી જેવી હોય છે. તેની સાથે કેવો વ્યવહાર કરવો તેના આપણી પાસે ત્રણ વીકલ્પો છે .

  • ગાજરની જેમ મુશ્કેલી સામે આપણે સાવ ઢીલા પડી જઈએ.
  • ઈંડાંની જેમ સાવ શુશ્ક, કઠણ અને રસવીહીન થઈ જઈએ.
  • કોફીની જેમ મુશ્કેલીની સાથે આત્મસાત્  થઈ સુંદર મજાની સોડમ ફેલાવીએ.

     કયો વીકલ્પ સ્વીકારવો તે આપણા ઉપર આધાર રાખે છે.

[  મુળ અગ્રેજીમાં અજ્ઞાત સ્રોત પરથી ભાવાનુવાદ ]

14 comments September 2, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

September 2007
M T W T F S S
« Aug   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

મહિનાવાર ટપાલ

Meta

a