વીઘ્ન
August 2, 2007
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥
(વસંતતીલકા)
નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી.
—————————————————————————————————
હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. “
અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.
ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”
વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”
હું આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.
( અંગ્રેજી પરથી અનુવાદ )
Entry Filed under: શ્લોક, સુરેશ જાની, હિન્દુ દર્શન. .
12 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
sunil shah | August 2, 2007 at 8:50 am
ખુબ સરસ..! વીઘ્નો જ જીવનને નવો માર્ગ ચીંધે છે. આફતોથી ડર્યા વગર, લીધેલા કાર્યને વળગી રહેનારાને જ દુનીયા વીર તરીકે ઓળખે છે.
2.
Chirag Patel | August 2, 2007 at 9:09 am
ફર્ન એ જ ‘હંસરાજ’?
આ વાત એક બીજી બાબત પ્રત્યે પણ ધ્યાન દોરે છે: કીડીને કણ અને હાથીને મણ. જેને જેટલું અને જેવું જરુરી છે, કુદરત આપે જ છે. આપણે કેવો ઉપયોગ કરીએ એ ઘણું અગત્યનું છે.
3.
Harnish Jani | August 2, 2007 at 9:25 am
Very good choice for translation- Very true-message
4.
મગજના ડોક્ટર | August 2, 2007 at 6:57 pm
LIFE TO FIND THE PATH OF UNKNOWN.
5.
nilam doshi | August 2, 2007 at 9:37 pm
congrats,dada. nice and true.
6.
Jugalkishor | August 3, 2007 at 12:53 am
સરસ, સુરેશભાઈ,
આનો સમશ્લોકી અનુવાદ કરીશું ?
પ્રયત્ન કરી જોઉં છું !
7.
Jashavant | August 3, 2007 at 4:57 am
નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી.
સુંદર ઉદહરણ અને અનુવાદ. આમાં કાર્ય કયું છે અને કેવી રીતે થઇ રહ્યું છે તે ખૂબ મહત્વનું છે.
8.
vijesh shukla | August 4, 2007 at 10:40 am
very good..! If one remembers “work is worship”as said in the GEETA and works accordingly, no obstacles can come in the way of success.
9.
Jugalkishor | August 8, 2007 at 6:01 am
અગાઉ કહ્યા મુજબ આ એક પ્રયત્ન, સમશ્લોકી અનુવાદનો :
કનીષ્ઠ,મધ્યમ અને ઉત્તમ મનુષ્ય. (વસંતતીલકા)
આરંભથી જ ડરી બેસી રહે કનીષ્ઠો,
વીઘ્નોથી જે ડરી, મુકે અધુરું, વચેટો;
વીઘ્નો પરંતુ કરી પાર, ન કાર્ય છાંડે-
એવાં મનુષ્ય નકી ઉત્તમ, કાર્યનીષ્ઠો !
10.
Kashmira | August 9, 2007 at 10:34 pm
I would appreciate if the English translation is also given. Not because I do not understand Gujarati or Sanskrit but people with whom I share this, they do not understand Sanskrit or Gujarati. And I don’t want to be unfair to the people with my poor translating skills.
I enjoy reading everything that you upload.
Thank you,
11.
chhaya | August 15, 2007 at 9:08 am
Dear friends;
AA khubaj sachot lakhyu chhe.
God badhanu dhyan rakhej chhe ema koi shak nathi..
12. Wisdom- To live with Smile,In Pleasure and Pain! « તુલસીદલ | March 26, 2008 at 10:01 am
[...] Wisdom- To live with Smile,In Pleasure and Pain! March 26, 2008 Filed under: અંતરની વાણી — dhavalrajgeera @ 4:00 pm વીઘ્ન [...]