Archive for August, 2007
સફર
નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે.
- ‘ શૂન્ય’ પાલનપુરી
મને બહુ જ ગમતો આ શેર આજે યાદ આવ્યો. પ્રેમના પંથે સફર કરતા પ્રવાસીની સફરની આ વાત છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના દૈહીક વાસનાથી ભરેલા પ્રેમની આ સફર નથી. આ તો સત્યશોધકની સફર છે. એમાં કોઈ ગુરુ કે માર્ગદર્શક ન હોય. કોઈ ધ્યેય પણ ન હોય. પ્રસીદ્ધીની, કીર્તીની કોઈ ખ્વાહેશ ન હોય. કોઈ સાથે ચાલનાર ન હોય; તો પણ એકલા ઝુમતા રહેવાનો અલગારી આનંદ જ આનંદ હોય.
માત્ર સફર કરવાની જ મસ્તી હોય. અલગારી મસ્તી. પળેપળનો આનંદ. મુસીબત ઉઠાવવાનો પણ આનંદ. તેની અદાની ખુમારી.
13 comments August 20, 2007
આજનો દીવસ
શું આપણે ધન, સમ્પત્તી કે કીર્તી હાંસલ કરવા મથી રહ્યા છીએ?
આપણે નહીં હોઈએ ત્યારે ધન, મીલકત, સત્તા - આપણું આ બધું તો કોઈના હાથમાં ચાલ્યું જશે. સમયની રેતીના ઢગલામાં જે કાંઈ બાકી રહેશે તે વધુ નહીં હોય. આપણે જેમને મદદ કરી હોય તેવા સૌના મનમાં આપણી માત્ર યાદગીરીઓ જ બાકી રહી જશે.
તમે તમારી પાછળ શું મુકી જવા માંગો છો? વીતેલા સમયના સુખ અને આનંદની બેચાર યાદો ? કે પછી જીવનકીતાબનાં એવાં પાનાં, જે ફાડી નાખવાની તમને અત્યંત ઈચ્છા થાય?
આજે તમને એક તરોતાજા, ખુશનુમા અને સાવ નવું નક્કોર પાનું લખવાની મહાન તક સાંપડી છે. તમારી પોતાની જ બનાવેલી એક ગાથા, એક દ્રશ્ય – તેમાં કેવા રંગો પુરવા તે તમારે જાતે જ નક્કી કરવાનું છે. અત્યંત પ્રતીકુળ સંજોગો વચ્ચે પણ તમે તેમાં સંવાદીતાનો મધુર અને શીતળ રંગ ભરી શકો છો.
જો તમને એમ ખબર પડે કે આ તમારા જીવનનો છેલ્લો જ દીવસ છે તો, તમે તે કેવી રીતે વીતાવશો? તમને સુર્યનાં આ સોનેરી કીરણોથી, સમીરની આ મંદ લ્હેરખીથી એ પાનાંને ભરી દેવાનું જ ગમશે ને ?
તમે આજનો આ તરોતાજા દીવસ, આ ક્ષણ આનંદથી માણો. તમારા જીવનની બધી સારી ચીજોને યાદ કરી લો. તમારા જીવનમાં જે ખાસ માણસો આવ્યા હોય તેમને માટે વાત્સલ્ય અને ભાવથી તે ક્ષણને ભરી દો. તમે કરવા ધાર્યા હોય તેવા નાના નાના પણ સુખદ કાર્યો કરી નાંખો – વાર ન કરો . કદાચ આ ઘડી ચાલી જાય અને તમને વસવસો રહી જાય. કદાચ બહુ મોડું થઈ ગયું હોય તે બધું કરવા માટે.
આપણે આપણા સ્વજનોને બહુ અવગણતા હોઈએ છીએ, તેમની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. તેમને કહો, કે તમને તેમના માટે કેવો અને કેટલો સ્નેહ છે. કોઈ તપ્ત જીવને મદદનો હાથ લંબાવો.
પ્રત્યેક દીવસ સભરતાથી જીવો, કાલ કોણે દીઠી?
આનંદમાં જીવો .. આભાર માનો …
( અંગ્રેજી પરથી ભાવાનુવાદ)
5 comments August 12, 2007
વીઘ્ન
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥
(વસંતતીલકા)
નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી.
—————————————————————————————————
હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. “
અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.
ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”
વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”
હું આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.
( અંગ્રેજી પરથી અનુવાદ )
12 comments August 2, 2007