Archive for April, 2007
આંતરિક બળ
આંતરિક બળ
જ્યારે જ્યારે અઘરા નિર્ણયો લેવાનો સમય આવે છે, ત્યારે ત્યારે હું મારા અંતરને કામે લગાડી દઉં છું. મારી વ્હારે મારું અંતર આવે છે, મને હિંમત આપે છે અને સાથે સાથે જીવન ની હર ક્ષણે ‘અલ્લા-બેલી’ બનીને આગળ વધવાનો માર્ગ બતાવે છે. અંત:સ્ફુરણા, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને ધૈર્યનાં પૈડાં પર જીવન-રથને ધપાવવાનું છૂપું બળ આપે છે. જીવનનૌકાને પેલે પાર લઈ જવાનું એ અમોઘ સાધન મને સંતોષ આપનારી અમૂલ્ય મિલકત બની રહે છે.
1 comment April 6, 2007