Archive for March 27th, 2007

બે અનુભવો

                                  butterfly.JPG  

            રવીવારે ઘણું બધું કામ હતું. બેકયાર્ડમાં ઘાસ અને ઝાંખરાં કાપીને, જમ્યા બાદ ગેરેજની સાફસૂફી કરી હતી. થાકીને લોથ થઇ સોફા પર બેઠો હતો.   મારાં પત્ની નાહીને તાજા થવાની સલાહ આપતાં હતાં. મને સહેજ પણ ઉઠવાનું મન થતું ન હતું. ત્યાં સામે છાપાં સાથે આવેલી જાહેરાતોના એક કાગળ પર નજર પડી. સરસ રંગોવાળાં ફૂલોની ભાત વાળાં કપડાંઓની જાહેર ખબર હતી. કાગળ પણ બહુ જ ખાનદાન હતો ! મારી આંગળીઓ સળવળી.    

     કાપીને ચોરસ બનાવ્યો અને ત્રણ જ મીનીટમાં ફુલોની સરસ ભાતવાળું પતંગીયું પાંખો ફફડાવવા લાગ્યું ! થાક ગાયબ. તરત ઉઠ્યો અને નાહી લીધું અને પાછા દાદા તાજા ટમ……

____________________________________________________

         કાલે સવારે જીમમાં ગયો હતો. નવું આઈપોડ લઇને. જુના અને જાણીતા હીન્દી ફીલ્મોના ગીત સાંભળતાં, ટ્રેડમીલ પર ચાલવાનું શરુ કર્યું. તેર મીનીટના ફાસલે પહોંચ્યો હતો તેની જગ્યાએ પંદર મીનીટ ચાલવાનું ગોઠવ્યું.  ઝડપ 3.3 ની જગ્યાએ 3.4 રાખી અને ઢાળ ( ઇનક્લાઇન ) 0.5 ની જગ્યાએ 1.0 રાખ્યો.

       રોજ તો તેર મીનીટમાં વચ્ચે બે ‘છોટા- સા  બ્રેક’ લેતો હતો ! આજે ગીતોની લહેરમાં તણાયો અને આંખ ખુલી તો માત્ર આઠ  મીનીટ જ બાકી હતી. ખાસ થાક જણાયો નહીં અને નક્કી કર્યું કે ; થાક લાગશે ત્યારે ઉભો રહીશ.

      થોડી વારે થોડું હાંફ જેવું જણાયું, અને આંખ ખોલીને જોયું તો ત્રણ જ મીનીટ બાકી હતી. હવે આટલા માટે ક્યાં બ્રેક લેવો, એટલે હેંડે રાખ્યું. અને પંદરે પંદર થાંભલા ઓળંગાઇ ગયા – કોઇ બ્રેક વીના ! હૃદયના પલ્સરેટની સમરી જોઇ – મહત્તમ ધડકારા – 203 ! સરેરાશ – 123 !!

___________________________________________________

     મીત્રો – આ છે ગમતા કામ અને ગમતા સંગીતની અસર……

    ક્ષણમાં જીવવાના અનેક સાધનોમાંના એક બે સાધનો….

    અને કેટલા બધા સાધનો છે, આપણી પાસે. કોઇ ખાસ ખર્ચની પણ જરુર નહીં. અને આ ક્ષણમાં જીવી જવાય.

8 comments March 27, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta

a