Archive for March 7th, 2007
એક પ્રશ્ન – મદનકુમાર અંજારિયા, Madankumar Anjariya
વાદ્ય માંથી
વાદન બાદ થાય તો
શેષ વધે શાંતિ.
સ્થિતિમાંથી
ઉપસ્થિતિ બાદ થાય તો
શેષ વધે એકાંત.
રકમમાંથી
રકમ બાદ થાય તો
શેષ વધે શૂન્ય.
આ તો બધું સહજ છે.
પણ ….
માણસમાંથી
માણસ બાદ થતાં
શેષ રાક્ષસ કેમ વધે છે?
- મદનકુમાર અંજારિયા
2 comments March 7, 2007