જાહેર પત્ર
March 5, 2007
આજે મારા જન્મદિન પ્રસંગે નેટમિત્રોના નિર્વ્યાજ પ્રેમની અભિવ્યક્તિ માણીને આનંદના ઓઘ ઊઠ્યા. માંડ માંડ કેટલા કલાકે, એ રસસમાધિમાંથી પ્રગટેલા ભાવો ગોપિત થઇ જાય તે પહેલાં, એ ભાવોને વાચા આપવાનો આ દુષ્કર પ્રયત્ન કરી રહ્યો છું.
તમારા સૌના અંતરમાં ઊઠેલી પ્રેમની આ લહરીએ એક વાવંટોળનું રૂપ ધારણ કરી લીધું. જે નિર્મળ પ્રેમનું ઝરણું તમ સૌના અંતરે ફૂટ્યું તેણે એક પ્રેમસાગર મારા અતસ્તલમાં ઘૂઘવતો કરી દીધો. અને આ પ્રભંજને એક એવા ભાવજગતનું મારા મનોરાજ્યમાં રમખાણ મચાવી દીધું જેની અનુભૂતિ મારા ચોસઠ વર્ષના આયુષ્યમાં કદી થઇ ન હતી.
શા માટે આમ થયું? પ્રેમ તો જીવનનો પાયો છે, પણ આપણે તેને બહુ સંકુચિત અર્થમાં જ ઓળખવા ટેવાયેલા છીએ. જે મહાસાગર છે તે વ્યક્તિગત કે કૌટુંબિક ખાબોચીયામાં જ સીમિત થયેલો બહુધા રહ્યો છે. કોક વીરલા જ મહાસાગરમાં મરજીવાની જેમ તેના સીમાડા આંબી શકે છે. કોક ગાંધી, જીસસ કે ગૌતમ કે કોઇ લીયોનાર્ડો, ક્યુરી કે ફ્લોરેન્સ પોતાનું આખું જીવન એ પ્રેમમાં અભિભૂત થઇ પોતાની જાતને આ અંગત સીમાઓની પારની ક્ષિતિજો પર દોરી ગયા છે.
આજે તમે સૌએ જે પ્રેમ અભિવ્યક્ત કર્યો છે, તે આ કક્ષાનો પ્રેમ છે, એમ મારું અંતર મને કહે છે. કારણકે તમારામાં મોટા ભાગનાને તો એક વાર પણ મેં જોયા નથી. અને એટલેજ તમારા અંતરમાંથી પ્રગટેલા આ નાના નાના પ્રેમાળ સૂરોએ મારા મનોરાજ્યમાં ઘોષ – પ્રતિઘોષના પડઘા પાડ્યા છે.
આ પડઘાઓ ના શમો ! આ સૂરો બુલંદ અને વધુ બુલંદ બનતા જાઓ ! આ પ્રભંજન વધુ બલવત્તર થાઓ! આ વડવાનળ વધુ ભભૂકો ! આ મહેરામણના અનેક સુનામીઓ ઊભરતા જાઓ! મારા આ ઘોષના અતિ તીવ્રતમ પડઘા તમ સૌના અંતરે પ્રગટો!
અને આ ક્રમ આપણે આપણા સૌના પરિચિત વર્તુળોમાં દોહરાવતા જઇએ. એવી ભાવ સૃષ્ટિનું આપણે એમાંથી નિર્માણ કરીએ કે તે વર્તુળ સીમિત ન રહે, વધતું જ રહે, ફેલાતું જ રહે અને તેના આવરણમાં આપણી બધી સંકુચિતતાઓ; આપણી પદ, પ્રતીષ્ઠા, પૈસો અને વ્યર્થ સુખની સૌ અપેક્ષાઓ ; આપણા સામાજિક અને સાંપ્રદાયિક વાડાઓ; આપણા પૂર્વગ્રહો; આપણી જમાના જૂની, ખોખલી માન્યતાઓ સૌ ભસ્મીભૂત થઇ જાય. માનવ સંબંધોના એક નવા પ્રકરણના આપણે લહીયા થઇએ.
એક નવા સમાજના નિર્માણમાં આપણે ભાગીદાર થઇએ જેમાં વાણી માત્ર અંતરમાંથી પ્રગટતી હોય. જીવિત માત્રના કણકણમાં રહેલો પ્રેમનો સિંધું જ્યાં પૂર્ણ સ્વરૂપે અભિવ્યક્ત થઇ ઘૂઘવતો હોય. એકવીસમી સદીમાં અવતરવા લાલાયિત એક મહામાનવ જાતિના સંવર્ધનમાં આ ભાવ પાયાની એક ઇંટ હો!
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .
10 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Himanshu | March 6, 2007 at 11:53 am
Happy Birthday Sureshbhai and keep on blogging!
2.
chetu | March 6, 2007 at 12:19 pm
i m speech less..!!…આપના એક એક વાક્ય મા થી અંતર ની વાણી ની સરવાણી વહી રહી છે…!..ખરેખર આપના શબ્દો પ્રેરણા દાયક છે..!..જો બધા જ આ વિચારો ને અનૂસરે તો નવયુગ નિર્માણ થાય..!.
3.
હરીશ દવે | March 6, 2007 at 8:11 pm
ચાલો, સુરેશભાઈ! સાથે તે દિશામાં આગળ ધપીએ! સહવીર્યં કરવાવહૈ . ….. …….. હરીશ દવે .. અમદાવાદ
4.
Jugalkishor | March 6, 2007 at 8:38 pm
હોવે, હરીશભાઈ !!
5.
vijayshah | March 6, 2007 at 9:13 pm
મોરે તો ખલી ટહુકો કર્યો છે
ખરુ સ્વાતી બીંદુ તો છીપમાં છે
જે સૌની લાગણીનું મોતી બન્યુ છે
યજ્ઞ તમે શરુ કર્યો છે.દાદા
અમે તો આહુતિ સાચા મનથી દેવા મથીશુ.
અભિનંદન અને આભાર..
6.
Neela Kadakia | March 6, 2007 at 11:02 pm
સુરેશભાઈ,
આપનો આ જાહેર પત્ર ખરેખર જાહેર કરવા જેવો છે.
આ સંદેશ લોકોમાં ફેલાય એવી અભ્યર્થના.
7.
Nilesh Vyas | March 7, 2007 at 2:50 am
Salute to 6 years old DADA…..
Appriciating ur dadication to gujarati language
8.
nilam doshi | March 7, 2007 at 2:52 am
વિજયભાઇ અને હરેશભાઇની વાત એકદમ સાચી ને સરસ છે.મને પણ આવી જ અનુભૂતિ થઇ હતી જયારે કોલકત્તાથી અહીં ગુજરાતમાં આવી ત્યારે જેને કયારેય મળી નહોતી તે બધા લોકોના ફોન અને મેઇલ આવ્યા ત્યારે ખૂબ સારું લાગ્યુ હતું.આજે દાદા,આ વાંચીને એવું લાગ્યું કે તમે મારી લાગણીઓને વાચા આપી.જે હું નહોતી આપી શકી.આભાર અને અભિનન્દન્
હમણા રીડ ગુજરાતી..મૃગેશભાઇ મારે ત્યાં આવ્યા હતા ત્યારે પણ કંઇક આવી જ વાત થઇ .
9.
ashalata | March 7, 2007 at 9:25 am
SURESHBHAI U R GREAT !!!!!!!!!!!!!
Net jagatna DADA ane 6yr na bachane lakho Prnam !
Lots of sneh and thanks
10.
mahendra | March 12, 2007 at 10:18 pm
may your birthday come every day..
keep the spirit of selfless service to society..specially gujarati language..your name will be written in golden letter.. as a person who spread gujarati on net..