અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

March 3, 2007

અંદર તો એવું અજવાળું, અજવાળું   
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
- માધવ રામાનુજ

        આંતરમનની સૃષ્ટિની ઝાંખી કરાવતું આ કાવ્ય મને બહુ જ પ્રિય છે. આપણી આંખ જે પરમ આનંદની અનુભૂતિ કરવા ઝંખતી હોય છે, તે તો મીંચેલી આંખે ય અનુભવી શકાય છે. આવી અનુભૂતિ થાય ત્યારે કેવા ભાવ ઊઠે તેનું આ કાવ્યમાં કવિએ અદ્ ભૂત શબ્દચિત્ર આપ્યું છે.

         એ આનંદસાગરમાં ડૂબતા જઇએ અને છતાં તરતા હોઇએ તેમ લાગે. પ્રત્યેક શ્વાસે  હરખની એવી છોળો ઊઠે કે જાણે મરજીવાને મુઠ્ઠીમાં મોતી મળી ગયા હોય. ચેતનાના બધા દ્વાર ખૂલતા જ જાય, ખૂલતા જ જાય; કોઇ આગળો કે કોઇ તાળું ન રહે. આપણી જાત, આપણા હોવાપણા, આપણા સમગ્ર અસ્તિત્વ સાથે એવા ઓતપ્રોત થઇએ કે, કોઇ ભેદ ન  રહે. સાવ એકાકાર થઇ જઇએ. 

           જીવવાની આવી જો એક જ ક્ષણ મળી જાય તો પછી તેને કદી પાછી ન વાળીએ.

           આ છે અંતરની વાણીનો વૈભવ, આ છે તેની અભિવ્યક્તિ.

Entry Filed under: ગદ્ય/ અછાંદસ, માધવ રામાનુજ, સુરેશ જાની. .

5 Comments Add your own

  • 1. Neela Kadakia  |  March 6, 2007 at 11:07 pm

    ખૂબ સુંદર અનુભૂતિ થઈ મુરબ્બી.

    Reply
  • 2. કસુંબલ રં&hellip  |  March 27, 2007 at 6:25 am

    saras abhivyakati bindu ko pa lenge to sindhu ko pana mushakil nahi………….

    Reply
  • 3. Chirag Patel  |  March 30, 2007 at 3:15 pm

    મારી એક મિત્ર છે, એ માધવ રામાનુજજીને અંગતરૂપે ઓળખે છે અને એમને સાહિત્યની ચર્ચાઓ પણ અવારનવાર થાય છે. આ કવિતા માધવજીને પણ અત્યંત પ્રિય છે.

    Reply
  • 4. માધવ રામા&hellip  |  May 28, 2007 at 12:44 am

    [...] માધવ રામાનુજ, Madhav Ramanuj Filed under: પત્રકાર, ફિલ્મક્ષેત્ર વિષયક, કલા સાહિત્ય, નાટ્યકાર, કવિ, વિવેચક, નવલકથાકાર — jugalkishor @ 12:30 am “અંદર તો એવું અજવાળું, અજવાળું. સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું. “ (વાંચો: કાવ્યરસાસ્વાદ ) [...]

    Reply
  • 5. Sheela Sheth  |  May 29, 2007 at 8:14 am

    I heard this song in HASTAKSAR cd by SHYMAL &
    SOUMIL MUNSHI. IT is very nice.
    Sheela Sheth

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta

a