Archive for February, 2007
‘કેમ છો?’ -આદિલ મન્સુરી
હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
-આદિલ મન્સુરી
——————————————————————————
(more…)
4 comments February 22, 2007
પ્રેમ
” હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પૂછી રહ્યો’તો હું , તને મળવાના રસ્તાઓ.
–
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા , મોહબ્બતના પુરાવાઓ.”
- મરીઝ
આ સાવ મુફલીસ અને યુવા વયથી જ અઠંગ શરાબી એવા શાયરે અમૂક રચનાઓ ચેતનાના એવા સ્તર પરથી આપી છે કે, જેમાં બધા ધર્મતત્વોનો નિચોડ આવી જાય. આ બે એવા શેર છે. (more…)
3 comments February 14, 2007
હરિરસનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા, Bhagwatikumar Sharma
હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર…..
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ ખળભળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબૂ ,
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર
વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ;
હરિ-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.
મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર ;
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર
- ભગવતીકુમાર શર્મા
આ ગીત અત્યંત સુંદર સ્વરરચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતિ ગીત સાંભળીએ ત્યારે પ્રતીતિ થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતિ હૃદયના પૂર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પૂજ્ય દેવ – વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરૂપ સંગીત અને તેવા જ મિજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને ગુજરાતી સુગમ સંગીતનું એક અમૂલ્ય નજરાણું બનાવી દે છે.
1 comment February 2, 2007