પાન લીલું જોયું – હરીન્દ્ર દવે

January 30, 2007

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ!
- હરીન્દ્ર દવે    

આખું કાવ્ય વાંચવા અને સાંભળવા અહીં ‘ક્લીક’ કરો.  )


       પરમ તત્વ ક્યાં ક્યાં જોઇ શકાય ? ક્યાં ક્યાં તેના અસ્તિત્વની અનુભૂતિ થાય? આ મોટા ગજાના અને ઊંડી દ્રષ્ટિ વાળા કવિ આ રચનામાં જે દર્શન આપણને  કરાવે છે તે બહુ જ અદ્ ભૂત છે.  એક પગલું ઉપડે, અને તેની યાદ આવે.  સાવ સામાન્ય પગરવના અવાજમાં પણ આપણે તેનો અવિર્ભાવ માણી શકીએ.
       અહીં આપણે તે તત્વ સાથે આ માટે જ ગોઠડી કરતા રહ્યા છીએ;  અંતરની વાણી ઉજાગર થાય તો જ આવાં અમૂલાં દર્શન આપણને હાથવગાં થઇ શકે. સમગ્ર જીવનને એક નવી દીશામાં વળાંક તો જ આપી શકાય.  આપણે રખે ને એમ માનતા થઇ જઇએ કે , આ તો સન્યાસની, જગતથી અલિપ્ત થવાની વાત છે. આ તો આપણા જીવનને એક એવું  પરિમાણ આપવાની વાત છે જ્યાં પહોંચ્યા પછી આપણે વૈકુંઠની ખેવના છોડી દઇ શકીએ. અઠે દ્વારકા તો જ થાય !
         જીવનની હર એક ક્ષણમાં તો જ આપણે જીવી શકીએ. આ અશક્ય નહીં, સાવ શક્ય છે. આપણે એક ડગલું ભરીએ છીએ એટલું શક્ય! પણ આ ડગલું આપણે બહાર નહીં પણ આપણી અંદર માંડવાનું છે.

- સુરેશ જાની

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, હરીન્દ્ર દવે. .

3 Comments Add your own

  • 1. jugalkishor  |  February 1, 2007 at 10:51 am

    આ અનુભૂતિ સાવ સહજ છે. મન જેનાથી સભર હોય એની યાદ આવવા માટે તો કંઈક નિમિત્ત જ જોઈએ ! સંસારનાં અનેક કામોમાં ક્ષણ-બેક્ષણ જે દૂર થયું તેને વળગી જવાનું કોઈને કોઈ બહાનું એટલે આ કાવ્યની ગંગોત્રી.
    આવી જ અનુભૂતિ સાતત્ય લઈને રહે તો ક્યારે ક તો ‘એ’ ચોક્કસ આવી મળે જ.
    પરંતુ મીરાં જેવી ભક્તને તો અનુભૂતિ માટે તો આવાં બહાનાય કદાચ જરૂરી ન હોય. કારણ કે એને તો ક્ષણભર પણ ‘એ’ અલગ ન હોય !

    Reply
  • 2. ઊર્મિસાગ&hellip  |  February 16, 2007 at 10:12 am

    મારા મતે… હંમેશ નહીં તો ક્યારેક…
    યાદ આવવા માટે કંઇક નિમિત્ત નથી બનતું…. કારણ કે યાદ તો ક્યારેય કશે જતી જ નથી હોતી… પરંતુ આપણે શબ્દોથી કોઇક વસ્તુને યાદ લાવવાનું નિમિત્ત બનાવીએ છીએ… ક્દાચ અંતરની ઊર્મિને આલેખવા માટે ?!

    દાદા, તમારી અંતરની વાણી વાંચતા વાંચતા હું પણ જરા અંદર ફરી આવી અને અંદરથી જે મળ્યું તે અહીં લખી નાંખ્યું!

    Reply
  • 3. bela manish patel  |  May 2, 2009 at 11:47 pm

    khub j saras geet che. varamvar sabhadwanu man thay che.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta

a