એ શું ? – સુરેશ જાની, Suresh Jani
January 19, 2007
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.
અને મુગ્ધ મને પૂછ્યુ…
”એ શું ?”
- આખી કવિતા વાંચવા અહીં ‘ ક્લીક’ કરો
આ કવિતા જ્યારે પ્રગટી ત્યારે રાતના બારેક વાગ્યા હશે. ઊંઘી જ ન શકાયું. અને કવિતા સીધી કોમ્પ્યુટર પર ટાઇપ થઇ ત્યારે જ જંપ વળ્યો. પણ છેલ્લી બે લીટી ખાસ આ બ્લોગ માટે ઉમેરી. કારણ ? ……
વીજળીની એ બત્તીના નિર્જીવ પ્રકાશની જેમ પરમ તત્વનું અસ્તિત્વ આપણા ધ્યાન પર આવતું નથી. પણ જ્યારે એક સાવ નાનકડી હીમકણિકા તે પ્રકાશનું પરાવર્તન કરે છે ત્યારે તે તેજ પુંજની જેમ ઝળહળી ઊઠે છે. પરમ તત્વના પ્રકાશનો એક નાનો શો ટૂકડો દેદિપ્યમાન થઇ જાય છે. તે હીમકણિકાનું આયુષ્ય બહુ લાંબું નથી હોતું, પણ તેના આ સ્વરૂપનું એક ગૌરવ હોય છે.
ચાલોને ! આપણે ભલે સાવ નાના હોઇએ, પણ એ હીમ કણિકા જેવા બનવા પ્રયાસ કરીએ અને પરમ તત્વના ઉજાસને પરાવર્તિત કરીએ…..
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
vijayshah | January 19, 2007 at 11:05 am
વાહ!
સરસ મંથન છે.
2.
હરીશ દવે | January 19, 2007 at 6:41 pm
Very interesting! Enjoyed!
……. Harish Dave Ahmedabad
3.
Bina | December 20, 2008 at 8:14 pm
વાહ!
Very nice………. Bina
http://binatrivedi.wordpress.com/