Archive for January 18th, 2007
હરિ, મારા રુદિયે રહેજો રે- ભગવતી કુમાર શર્મા, Bhagwatikumar Sharma
હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.
વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
હરિ મારી આંખથી વહેજો રે….
હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ૐ !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે. …
- ભગવતી કુમાર શર્મા
1 comment January 18, 2007