Archive for January 12th, 2007
હું શું કરું ? -રઈશ મનીઆર, Raeesh Maniar
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
—
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
-રઈશ મનીઆર
Add comment January 12, 2007