Archive for January 2nd, 2007

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર / નગીનદાસ પારેખ

           આ મારા શરીરની શિરાએ શિરામાં જે પ્રાણ તરંગમાલા દિનરાત દોડ્યાં કરે છે, તે જ પ્રાણ વિશ્વ દિગ્વિજય કરવા ધસી રહ્યો છે, તે જ પ્રાણ અપૂર્વ છંદથી, તાલથી અને લયથી બ્રહ્માંડમાં નાચી રહ્યો છે.
          તે જ પ્રાણ ચુપચાપ વસુધાની માટીના પ્રત્યેક રોમકૂપે લાખ લાખ તૃણોમાં હર્ષથી સંચરે છે, અને પલ્લવમાં અને પુષ્પમાં વિકસે છે.
            તે જ પ્રાણ વર્ષે વર્ષે વિશ્વવ્યાપી જન્મ મૃત્યુના સમુદ્ર રૂપી પારણામાં અનંત ભરતી ઓટ રૂપે ઝૂલી રહ્યો છે.
            તે જ અનંત પ્રાણ મારા અંગે અંગને મહિમાવાન બનાવી રહ્યો છે, એ હું અનુભવું છું. અને તે યુગ યુગાન્તનું વિરાટ સ્પન્દન આજે મારી નાડીમાં નૃત્ય કરી રહ્યું છે.

- નગીનદાસ પારેખ
મૂળ લેખક – રવીન્દ્રનાથ ઠાકુર ( ગીતાંજલિ)

જ્યારે અંતરની વાણી સંભળાવા માંડે ત્યારે આવા અનુભવો સહજ બની રહે છે. આ જ છે પ્રભુ સાથે રાસલીલા.

1 comment January 2, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta

a