Archive for December 6th, 2006

કુશળ માળી – કાકા કાલેલકર.

એક વાર ગાંધીજીને મેં પ્રશ્ન પૂછ્યો : “આપ અમ સહસાધકોના સાથીજ નહિ, માર્ગદર્શક પણ છો. અમારા દોષ આપ સહન કેમ કરો છો ? અમને તે બતાવતા કેમ નથી ?”

ત્યારે તેમણે કહ્યું કે, “હું એક કુશળ માળી છું. માળી શું કરે છે ? એ એક છોડ વાવે એટલે એને ખાતરપાણી આપે. હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઊગે છે. એ ઘાસને પણ પેલું ખાતરપાણી મળે છે. છોડની દૃષ્ટિએ ઘાસ અનિષ્ટ છે. છતાંય માળી એને તરત ઉખેડી નથી નાખતો. એને ખબર હોય છે કે, ઘાસ ઉખેડવા જઇશ તો પેલો છોડ પણ કદાચ ઉખડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એને ખાતરી થાય છે કે હવે છોડનાં મૂળિયાં મજબૂત થયાં છે, ત્યારે જ એ કુશળતાપૂર્વક પેલું ઘાસ ઉખેડી નાખે છે.”

ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું પોતાના આચારવિચારમાં ગાંધીજીને ન ગમતા ક્યા ક્યા દોષો છે તે શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો. દોષો શોધવા અઘરા ન હતા. પરંતુ નજરે ચડેલા દોષોને ફેંકી દેવા એ કેટલું અઘરું છે, એની તે દિવસથી મને ખબર પડવા લાગી.

2 comments December 6, 2006


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

nayana on સ્વાગત
એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત

દિવસવાર ટપાલ

December 2006
M T W T F S S
« Nov   Jan »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ

Meta

a