Archive for December, 2006

મારગ – પ્રકીર્ણ

મારગમાં તમને જે તોફાનો ભેટ્યાં, તેમાં જગતને રસ નથી. તમે નૌકા પાર ઉતારી કે નહિં?

કોઇ પણ જાતની નડતર વગરનો રસ્તો જો તમે શોધી શકો- કદાચ એ ક્યાંય નહિં જતો હોય.

જે માર્ગો ઘણા સુગમ હોય, જેમાં કશો પ્રયત્ન કરવો પડતો ન હોય, જે મારગ આપણામાં એવી ભ્રમણા જગાડતો હોય કે આપણે તો મંઝિલે પહોંચી ગયા. એવા એવા મારગથી આપણે દૂર રહીએ.
—-
મારગ જ્યાં જાય છે ત્યાં જ ડગલાં શીદને માંડો છો? જ્યાં મારગ જતો નથી ત્યાં જાવ. ને તમારી પાછળ કેડી મૂકતા જાવ.
—–
બીજાઓને તમારા જેવા બનાવવા મથશો નહીં. ભગવાન પોતે એ કરી શક્યા હોત. તમારા જેવો એક જ માણસ આ દુનિયા માટે પૂરતો છે.
——-
વાદળ અને વાવાઝોડા વિના મેઘધનુષ્ય હોઇ શકે નહીં.

- ‘પતંગીયાની પાંખે’ માંથી – ગોપાલ / મહેન્દ્ર મેઘાણી

3 comments December 31, 2006

ઘરની બહાર – વજુ કોટક, Vaju Kotak

            બહાર ધોધમાર વરસાદ પડે છે અને હું તારા મંદિરમાં ભરાઇને બેઠો છું, કારણકે, બહાર જઇશ તો કપડાં ભીંજાઇ જશે અને બદલવા માટે હવે એક પણ વસ્ત્ર મારી પાસે રહ્યું નથી.
(more…)

Add comment December 29, 2006

બસ જાગતા રહો – ધૂની માંડલિયા, Dhooni Mandaliya

         સૌને ભગવાનની પૂજા કરવી ગમે છે, કોઇને ભગવાનનાં દર્શન કરવાની અભિલાષા નથી. પૂજામાં માત્ર થોડાક સમયની જ જરૂર પડે છે. પરમાત્માનાં દર્શન માટે તીવ્ર તાલાવેલીની જરૂર પડતી હોય છે. આ તાલાવેલી એટલે પળેપળની જગૃતિ.. સવાર- સાંજ ભગવાનના ફોટાને ધૂપ-દીપ કરવા સહેલાં છે. પળે પળ ભગવાનમય રહેવું અઘરું છે. જે પળે પળ આત્મ જાગૃતિ સાથે જીવી ગયા છે તે સર્વને ભગવાનનો ભેટો થયો છે.
(more…)

1 comment December 27, 2006

ભૂતકાળ – વજુ કોટક , Vaju Kotak

              ભૂતકાળને કાયમ યાદ કરવાથી માણસને ભવિષ્યનું ઘડતર કેમ કરવું તે સૂઝતું નથી. પોતાના ભૂતકાળની જાહોજલાલીના ગુણગાન ગાઇને બેસી રહેનારાઓને આગળ વધવાનો કોઇ માર્ગ દેખાતો નથી. બાપદાદાની મહત્તાની માળા ફેરવનારાઓ પોતાનું ભાગ્ય ભાગ્યેજ ફેરવી શકે છે. જીવનના અરીસા ઉપર ભૂતકાળના સુખદુઃખની જે ધૂળ ઊડી છે એને જો સાફ કરવામાં આવે તો જ વર્તમાનમાં આપણે કેવા છીએ એનું ચોખ્ખું દર્શન થાય છે. સંસારમાં બાળક જે પળે પ્રવેશ કરે છે, કે તરત તે પોતાનો પૂર્વ જન્મ ભૂલી જાય છે. કુદરતનો આ ક્રમ એ જ આજ્ઞા આપે છે કે, ભૂતકાળને ભૂલીને જે પોતાનો કાગળ કોરો રાખે છે એ જ એની ઉપર જીવનના નવા નકશાઓ દોરી શકે છે.
             
               વડલાનો ટેટો જમીન પર પડ્યા પછી એવી ચિંતા કદી નથી કરતો કે પોતે એક વિરાટ વૃક્ષમાંથી ઊતરી આવ્યો છે. વડલાનું આ નાનકડું ફળ પોતે જ પરિશ્રમ કરીને ફરી પોતાનામાંથી એક વિરાટ વડલો ખડો કરે છે. જે જગ્યાએથી અમે આવીએ છીએ એ પર્વતમાળા અતિ અદ્ ભૂત હતી એવા વિચાર કરીને ગંગાનાં જળ કદી હિમાલય તરફ પાછાં વળતાં નથી.

- વજુ કોટક   ( ‘પ્રભાતનાં પુષ્પો’ માંથી)

2 comments December 25, 2006

પવનચક્કી – એઇલીન કેડી, Eileen Caddy, Isha Kundanika

મને એક પવનચક્કી દેખાડવામાં આવી. તેજ પવન ફૂંકાતો હતો અને પાંખિયાં ખૂબ વેગથી ફરતાં હતાં.
પવન પડી ગયો અને પાંખિયાં ફરતાં અટકી ગયાં, કારણકે ગતિ માટે તે સંપૂર્ણપણે પવન પર આધારિત હતાં.

મેં શબ્દો સાંભળ્યાં :

”ઇહલોકના જીવનની વસ્તુઓમાં તમારી સલામતી ન આરોપો.
તમારી સલામતી મારામાં, સર્વ શક્તિના મૂળ સ્રોતમાં અને તમારી ભીતર ઊંડાણમાં રહેલી તાકાતમાં રાખો. “

એઇલીન કેડી
અનુવાદ – ઇશા – કુન્દનીકા

1 comment December 23, 2006

ઝંઝાવાતી રાત્રે – શૈલેશ પારેખ, Shailesh Parekh, Rabindranath Tagore

મિત્ર, આ ઝંઝાવાતી રાત્રે તું પ્રેમ મિલન માટે નીકળ્યો છું?
આકાશેથી અવાજ આવતો નિરાશ નિઃશ્વાસનો.

આજે રાત્રે મને ઊંઘ નથી આવતી,
વારે વારે બારણું ખોલીને બહાર અંધકારમાં જોઇ રહું છું.
(more…)

Add comment December 21, 2006

હૈયાની વાત – મકરંદ દવે

કોકના તે વેણને વીણી વીણીને વીરા!
ઊછી- ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમની - ધરીએ. – કોકના તે વેણને…

કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા !
રૂડા રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ. – કોકના તે વેણને…

પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઇએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ. – કોકના તે વેણને…

- મકરંદ દવે   ( તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો. )

            બહુ જ સાદી અને સરળ ભાષામાં લખાયેલી અને ભાવવાહી અવાજમાં ગવાયેલી આ રચના મને બહુ જ પ્રિય છે. 
             સ્વાભાવિક જીવન જીવવાનો આ સંદેશ મરવાના વાંકે જીવતા માણસના પોતને જાગૃત કરી જાય છે. સાવ બનાવટી અને કાગળના ફૂલ જેવા આધુનિક જીવનમાં આવી રચનાઓ એક તાજગી ભરી દે છે.
             તીવ્ર વેગથી ગતિ કરી રહેલા, પ્રચંડકાય સામાજિક , આર્થિક અને ધાર્મિક ચક્રની એક નાની શી ખીલી જેવું આપણું હોવાપણું ચહેરો ગુમાવી બેઠું છે. અને એથી ધુંધવાયેલો, દુણાયેલો, હીજરાયેલો આપણો અહમ્ આપણા કુટુમ્બની રીસ્ટ વોચમાંના નાનાશા રૂપકડા ચક્રમાં ફૂંફાડા નાખતા હાથીયાની જેમ વર્ચસ્વ માટે હવાતિયાં મારતો હોય છે. અને બળબળતા રેગીસ્તાનમાં મીઠી વીરડી બનવાનું સામર્થ્ય  ધરાવતો આપણા જીવનનો આ ટુકડો પણ કોઇ આશાયેશ આપતો નથી – જીવતરને ઝેર બનાવી દે છે.
             આવું છે આપણું જીવન. એમાં એક નાનો શો સમયનો ટૂકડો જૂદો કાઢી, ઘનઘોર ઘેરાયેલા મેહૂલાને જોઇ જેમ મોર ટહૂકે છે તેમ, આપણી પોતાની વાણીને ઉજાગર કરવા ;   ભલે ધીમી ગતિએ, પણ એક ક્ષણ માટે ય  આપણા પોતાના તુંબડાથી તરવા આ કાવ્યમાં ઇજન છે. મરીને જીવી ગયેલા સાચા દિલના માનવો તરફ અંગુલી નિર્દેશ કરીને, આપણને મરેલાની જેમ નહીં પણ મોત કાલે જ આવવાનું છે, તેમ ગણી જીવવાનું અહીં આમંત્રણ છે.
               કોઇ ધર્મગ્રંથ કે ગુરુ પાસેથી ઉછીની લીધેલી નહીં પણ આપણા અંતરમાંથી પ્રગટતી વાણીની ફોરમને ફેલાવવાની આ કલ્યાણ-મિત્ર મકરંદની ગોઠડી છે.                  

Add comment December 18, 2006

મને શીખવ – કુન્દનિકા કાપડીયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.
(more…)

2 comments December 16, 2006

અન્નનું પાત્ર – એઇલીન કેડી

               મને દેખાડવામાં આવ્યું, બરફની વચ્ચે મૂકેલું, અન્નથી ભરેલું એક પાત્ર. એની આજુબાજુ મેં જોયાં ઘણાંબધાં પંખીઓ અને પ્રાણીઓનાં પગલાં. તેમને ખબર હતી કે અહીં તેમને ખાવાનું મળશે. મેં શબ્દો સાંભળ્યા :
              ” તમે કેવળ રોટી વડે જીવી શકતાં નથી. તમારા આધ્યાત્મિક પોષણ અને ધારણ માટે મારી પાસે આવો. હું તમને ભરી દઇશ અને ફરી તાજાં અને નવાં કરીને, પૂર્ણપણે સંતુષ્ટ કરીને આગળ મોકલીશ.”

એઇલીન કેડી
અનુવાદ – ઇશા – કુન્દનીકા

Add comment December 12, 2006

ઇશ્વર- ‘ઓશો’ રજનીશ

         ઇશ્વર શીખવી શકાતો નથી, જાણી શકાય છે. અને બહુ મજાની વાત તો એ છે કે, જે લોકો ઇશ્વરને શીખી લે છે તેઓ જાણવાથી વંચિત રહી જાય છે, કારણકે, એ શીખ ઉધારની હશે, બીજાની હશે અને તેને જો તેમણે પકડી લીધું હશે અને તેને જ સત્ય માની અટકી જશે. પછી જે તેમની અંદર છે, જે ક્યારેય બહારથી નથી આવતું, તેની પાસે તેઓ શી રીતે પહોંચશે?
           આથી જે પાયાની વાત હું તમને કહેવા માંગું છું તે આ છે: તમે સાંભળ્યું હશે કે, લોકો જ્ઞાન શીખવે છે, પણ હું અજ્ઞાન શીખવું છું! જ્ઞાનને છોડતાં શીખવું છું . નહિ જાણવાની જે અવસ્થાઓ છે – અજ્ઞાનની જે અવસ્થા છે – તે ખૂબ જ અદ્ ભૂત , ખૂબ જ ક્રાંતિકારી છે.
- ‘ઓશો’ રજનીશ

3 comments December 12, 2006

Previous Posts


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

December 2006
M T W T F S S
« Nov   Jan »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ

Meta

a