બની આઝાદ – 6

November 16, 2006

          આ દીશા બદલાય તો બધું બદલાય તે તો જાણે સમજ્યા. ઉત્તરમાં જવું હોય તો ઉત્તર દીશા તરફ જ મોં રાખીને ચાલવાનું. પણ આ માટે આપણી પાસે કોઇ જન્મ જાત તાકાત્ છે કે, માત્ર અસહાયતા અને લાચારી જ છે?
      
            જે પરમ તત્વે આપણને જીજીવિષા, અપેક્ષા અને સુખની શોધની વૃત્તિ આપ્યાં છે, તેણે આપણને એક મહામૂલી મૂડી પણ આપી છે, અને તે છે પ્રેમ. જીવની ઉત્પત્તિ થાય તેવી પ્રવૃત્તિ કરવા સ્ત્રી અને પુરુષને જે અરસ્પર આકર્ષણ આપ્યું છે તેને જ આપણે પ્રેમ ગણીને પ્રેમને બહુ સંકુચિત બનાવી દીધો છે. પ્રેમ છે તો જીવન છે. આપણી કેટલી બધી પ્રવૃત્તિમાં પ્રેમ વણાયેલો છે? મને આ ભાવે છે, મને આ ગમે છે, આ બધું પ્રેમની બહારની અભિવ્યક્તિ છે. જે કોઇ નવાં સર્જનો થાય છે, તે સૌ ઊંડા પ્રેમમાં ખૂંપી ગયેલા માનવોના સર્જનો છે. કોઇ નવી શોધ, કોઇ નવો રસ્તો, કોઇ નવી કલાકૃતિ કે નવી કવિતા એ પ્રેમના મૂળ સંવેદનમાંથી જ નીપજે છે. આ બધી વસ્તુ બનાવવાના કારખાનાં નથી હોતા !
                માટે જો આપણે પેલી મૂષક દોડમાંથી બહાર નીકળવું હોય તો આ પ્રેમની જન્મ જાત વૃત્તિની માવજત કરવાનું શીખવું પડશે. રમતમાં ગુલતાન થયેલા બાળકની મસ્તી આપણા જીવન વ્યવહારમાં પાછી લાવવી પડશે. ઘરેડમાં પડેલા જીવનના ગાડાને ચાસમાંથી કાઢીને પ્રેમના રાજમાર્ગ પર મૂકવું પડશે. દરરોજ થોડોક સમય આપણે આ સિંચનમાં ગાળતા થઇશું, તો જ એ છોડમાં નવી કૂંપળો ફૂટશે.
               રાગ અને દ્વેષ થી મુક્ત થવાની બહુ સલાહો આપણને આપવામાં આવી છે. પણ એ તો ફળ માટે જ કહેવામાં આવ્યું હતું – પ્રવૃત્તિ માટે નહીં. સારી અને હકારાત્મક પ્રવૃત્તિ માટે રાગ અને ખરાબ અને નકારાત્મક પ્રવૃત્તિ માટે દ્વેષ બહુ જ જરુરી છે.
                એટલે જેમ આપણે આઝાદ બનવાની કવિ શ્રી રજની પાલનપુરીની આ વાર્તા આટલી લાંબી ચલાવી તેમની જ બીજી રચના પણ સમજતા થઇએ -
” પ્રણય પંથે જનારો સિધ્ધિની પરવા નથી કરતો,
ફના થઇ જાય છે, કિંતુ કદમ પાછા નથી વળતો.”

                 આવી પ્રેમમાં ફના થઇ જવાની તૈયારી એ આઝાદ થવાનું પ્રથમ પગથીયું છે.

———————————————————————————————————-

ભાગ -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :   ભાગ – 4    :    ભાગ  -  5   

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની, હરીન્દ્ર દવે. .

3 Comments Add your own

  • 1. Nisarg Thaker  |  May 27, 2007 at 9:08 pm

    DADA,

    What is your opinion on this: Before loving someone else, you must you your self.

    In gujarati…you can write it on tankha…under yourcomment on current post…

    Reply
  • 2. સનેડો « &hellip  |  July 4, 2007 at 1:59 am

    [...]         આપણને બાપુ, સહેજમાં પ્રેમ થઇ જાય. એમાંય આ તો એક વરસનું સંવનન! એટલે આ ક્ષમાની પાછળ આપ સૌને માટે અનહદ પ્રેમે જ ક્ષમા માટે મને પ્રેર્યો; એવું કહું તો સાવ સાચ્ચી દીલની વાત …          હવે આપણ સૌ કવીતાના, સુગમ સંગીતના રસીયા જણ. તો એની પાછળનો ય ભાવ તો પ્રેમ જ ને?          મારી જીંદગીમાં અનેક ઘટનાઓ ઘટી, પણ જ્યાં માનવતા વીજય પામી હોય, એક ડગલું આગળ ધપી હોય તો તે આ ‘પ્રેમ’ને કારણે છે એવું હું સતત અનુભવતો આવ્યો છું. એટલે આ મારી સ્વાનુભવની પ્રતીતી છે  કે જ્યારે પ્રેમ જીતે છે ત્યારે આપણે એક નાનું શું ય ડગલું આગળ ચાલીએ છીએ. (વાંચો : ‘ બની આઝાદ– ભાગ 6 ‘ ) [...]

    Reply
  • 3. સનેડો « M&hellip  |  July 4, 2009 at 3:05 am

    [...] શું ય ડગલું આગળ ચાલીએ છીએ.   ( વાંચો : ‘ બની આઝાદ– ભાગ 6 ‘  [...]

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ

Meta

a