Archive for November, 2006
પ્રેમ – એઇલીન કેડી
મને એક તોતિંગ દરવાજો દેખાડવામાં આવ્યો. એનાં મિજાગરાં સખત થઇ ગયાં હતાં. તેથી એને ઉઘાડવાનું ઘણું અઘરું હતું.
(more…)
2 comments November 29, 2006
શોકના દિવસોમાં – કુન્દનિકા કાપડીયા
મારા આ શોકના દિવસોમાં
શાંતિ માટે, હું તારા સિવાય કોની પાસે જાઉં ?
મારા હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને
તારા સિવાય બીજું કોણ ઓળખે છે?
(more…)
2 comments November 27, 2006
થોડા..થોડા જ વધુ સારા થઇ એ તો?
દુનિયામાં દેખાતી નિષ્ઠુરતા,તે એક એક વ્યક્તિની એક એક નિષ્ઠુરતાનો જ સરવાળો જેને લઇ ને અમે તને દોષ દઇએ છીએ તે તો અમારો જ ગુનો છે.
અમે દુનિયાને બદલવાના પ્રયત્નો કરીએ સમૂળી ક્રાંતિના સિધ્ધાંતો રચીએ એને બદલે અમે દરેક જણ જો થોડાક જ વધુ સારા થઇએ, થોડાક ઓછા સ્વાર્થી થઇએ, બીજાઓનો થોડોક વધુ ખ્યાલ કરીએ
તે દુનિયાના રૂપરંગ બદલાઇ ન જાય,ભગવાન?
નીલમ દોશી.
(“પરમ સમીપે” માંથી સાભાર)
1 comment November 26, 2006
નિગૂઢ પ્રેમ – એની બેસન્ટ
અણુએ અણુમાં ધબકી રહેલ હે નિગૂઢ જીવન,
પ્રાણીમાત્રમાં ઝળકી રહેલ હે નિગૂઢ પ્રકાશ,
સર્વને, સચરાચરને એકતામાં આલિંગી રહેલ હે નિગૂઢ પ્રેમ,
જે કોઇ તારી સાથે એકરૂપતા અનુભવે, તેને -
બીજા સહુની સાથે પણ તે એકરૂપ જ છે,
તેનું જ્ઞાન થાઓ.
- એની બેસન્ટ
અનુવાદ – કુન્દનિકા કાપડીયા
Add comment November 25, 2006
પુરાવા ઇશ્વરના….

હે ઇશ્વર!
હું મૂરખની જેમ
માગ્યા કરું પૂરાવા
તારા અસ્તિત્વના…..
શું હું અંધ છું?
કે બહેરી છું?
મારી પંચેન્દ્રિયો..
બની ગઇ છે શું બુઠ્ઠી?
એમ જ હશે…..
નહીંતર ચોતરફ…
તેં વેરેલ ટહુકાઓ
પુષ્પમાં મહેકતી
તારી સુવાસ….
ઉન્નત ,ધવલ ગિરિશિખરો,
ખળખળ વહેતા ઝરણાંઓ
વાદળ વીંધી ને
મુજ સુધી પહોંચતા સૂર્યકિરણો….
સર્વત્ર તેં કરેલ…
હસ્તાક્ષરને…..
શું હું જોઇ નથી શકતી?
સાચ્ચે…સાચ્ચે જ….
મારી પંચેન્દ્રિયો..
થઇ ગઇ લાગે છે બુઠ્ઠી….!!!!
નીલમ દોશી.
3 comments November 23, 2006
પૂજા – રાબીયા
હે. પ્રભુ!
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ જો હું તારી પ્રાપ્તિ માટે જ તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ.
- રાબીયા
Add comment November 23, 2006
વિશુધ્ધ પ્રેમ – રામકૃષ્ણ પરમહંસ
આ રહ્યું તારું પૂણ્ય , આ રહ્યું તારું પાપ;
બન્ને લઇ લે અને મને કેવળ
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.
આ રહ્યું તારું જ્ઞાન, આ રહ્યું તારું અજ્ઞાન;
બન્ને લઇ લે અને મને કેવળ
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.
આ રહી તારી પવિત્રતા , અને આ રહી તારી અપવિત્રતા;
બન્ને લઇ લે અને મને કેવળ
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.
આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ;
બન્ને લઇ લે, મા!
અને મને કેવળ
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.
- રામકૃષ્ણ પરમહંસ
અનુવાદ – કુન્દનિકા કાપડીયા
1 comment November 21, 2006
બની આઝાદ – 6
આ દીશા બદલાય તો બધું બદલાય તે તો જાણે સમજ્યા. ઉત્તરમાં જવું હોય તો ઉત્તર દીશા તરફ જ મોં રાખીને ચાલવાનું. પણ આ માટે આપણી પાસે કોઇ જન્મ જાત તાકાત્ છે કે, માત્ર અસહાયતા અને લાચારી જ છે?
(more…)
3 comments November 16, 2006
નાગર નંદાજીના લાલ- નરસિંહ મહેતા
આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો છે. પણ શ્રી જવાહર બક્ષીએ આનું બહુ જ સુંદર અર્થઘટન કર્યું હતું તે નીચે મુજબ છે.
જ્યારે આપણે ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી માનસિક ભુમિકામાં હોઇએ તેનો અર્થ એ છે કે, આપણા અંતરમાં રહેલા જીવનના પરમ તત્વ સાથે આપણો સંવાદ સધાયો હોય છે. આપણો અહમ્ ઓગળી ગયેલો હોય છે અને તે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ.
અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે. છે.
આ કેવું સુંદર અર્થઘટન છે?
- સુરેશ જાની
3 comments November 15, 2006