સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ.

October 26, 2006

!! ચિંતન !!

आत्मानमेव नाशयत्यनात्मवतां कोप !

અવિવેકી લોકોનો ક્રોધ એમના કલ્યાણનો વિનાશક બને છે.

        અહીં ‘અવિવેકી’ નો અર્થ અવિવેક અથવા નમ્રતાનો અભાવ એ નથી. જે લોકો હિતાહિત બુદ્ધિ, સાચાં-ખોટાં, ન્યાય અન્યાયનો નિર્ણય નથી કરી શકતા એવા માટે અહીં અવિવેકી શબ્દ  પ્રયોજાયો છે. જે લોકો પોતાનું હિત શામાં સમાયું છે એ જ જાણતા નથી, એમની પાસે ‘વિવેક’ નથી – આવા અવિવેકી, બુદ્ધિશુન્ય લોકો સ્વભાવથી જ સત્યદ્રોહી અને અસત્યપ્રેમી હોય છે.

        આવા ‘અવિવેકી’ – જેનામાં સત્ય, સ્વાભિમાન નમ્રતા, સહિષ્ણુતા આદિ સદગુણો નિહાળે છે એ વ્યક્તિને નીચાજોણું કરાવવા એના પર અસત્યનું આક્રમણ કરે છે. આવા લોકોનું પ્રત્યેક આચરણ સત્યદ્રોહથી સભર હોય છે.

         આ અવિવેકી પાછા પોતે જ ‘સત્ય’ પક્ષે છે એવો દુરાગ્રહ સેવે છે અને એને ઠસાવવા સક્રિય પ્રયત્નો, દલીલો, વિવાદ અને ક્રોધની પરાકાષ્ઠા સુધી પણ જતા હોય છે.

         આવો આત્મઘાતી ક્રોધ જ એમને વ્યવહારથી અળખામણા બનાવે છે અને અંતે પરિસ્થિતિ એવી પણ સર્જાય છે કે જે સદગૃહસ્થ,  સત્યવાદીને એ નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે છે, એને એ તો કંઇ જ નુકસાન થતું નથી પણ ખુદને, શરીરને અને અહંને હાનિ જરૂર થાય છે.

!! બોધકથા !!

         તથાગત એક વખત કાશીમાં એક ખેડૂતને ઘેર ભિક્ષા માંગવા ગયા. ખેડૂતે ખૂબ પરિક્ષમ કરી હમણાં જ ખેતરેથી આવ્યો હતો. થાકેલો હતો. તેણે તથાગતનું પગથી માથા સુધી નિરિક્ષણ કર્યું પછી કતરાતા સ્વરે બોલ્યો – હું તો ખેડૂત છું – પરિક્ષમ કરી મારું અને  પરિવારનું પેટ ભરું છું.  તમે મહેનત કર્યા વિના ભોજન મેળવવા કેમ ઇચ્છો છો ?

          બુદ્ધે તદ્દન શાંત સ્વરે જવાબ આપ્યો – ભાઇ, હું પણ ખેડૂત છું અને ખેતી કરું છું.

           ખેડૂતે કહ્યું – તો પછી ભિક્ષા કેમ માગો છો ?

           બુદ્ધે સ્પષ્ટતા કરી,  અને ખેડૂતની શંકાનું સમાધાન કરતા બોલ્યા – “ વત્સ ! હું આત્માની ખેતી કરું છું.  હું જ્ઞાનના હળથી શ્રદ્ધાનાં બી વાવું છું.  તપસ્યાના જળથી એ બી નું સિંચન કરું છું.  વિનય મારા હળનું લાંબુ લાકડું, વિચારશીલતા ફાલ અને મન નારિયેળની કાચલી છે. સતત અભ્યાસનું વાહન મને લક્ષ્ય તરફ લઇ જઇ રહ્યું છે.  જ્યાં નથી દુઃખ, નથી સંતાપ. મારી ખેતીમાં અમરત્વનો ફાલ લહેરાય છે. તમારી ખેતીના ભાગમાંથી થોડો ભાગ આપો, હું મારી ખેતીમાંથી તમને કેટલોક ભાગ આપીશ…..સોદો બરાબર છે ને ?”

        ખેડૂતને બુદ્ધનો પરિચય થયો અને ચરણોમાં નમી પડ્યો.

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, વિચાર કણિકા, સંતવાણી, સુરેશ ભટ્ટ. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Hiral on પ્રેમ
Shah Ashwin K on સ્વાગત
rajeshri panchal on અપૂજ શિવાલય – ગુણવંત…
pushpa r rathod on વૃત્તિઓની લીલા – સુ…
divyesh vyas on સ્વાગત

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a