બની આઝાદ – 3 – સુરેશ જાની

October 26, 2006

       અભિગમ બદલવાથી સમય આધીન થાય. આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.

         સાવ સામાન્ય રીતે જીવનની શરુઆત કરનાર , બહુ બુધ્ધિ કે સાધન સમ્પત્તિ ન ધરાવતા હોય તેવી, વ્યક્તિઓ યુગપુરુષ જેવું જીવન જીવી ગયાના અસંખ્ય દાખલા આપણી નજર સમક્ષ મોજૂદ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને ગાંધીજી આ બે જ વ્યક્તિઓના જીવન જુઓ અને આપણને ખાતરી થશે કે તેઓ આઝાદ થઇ ગયેલ વ્યક્તિઓ હતા.
         આ તો બહુ મોટી વાત થઇ, અને માત્ર આપણે જ કરી શકીએ તેવી વાત. કોઇની મદદની કે સાધનની કે સમ્પત્તિની જરૂર નહીં. પણ આપણે તે કેમ કરી શકતા નથી? આ તો એવી વાત થઇ કે આપણી પાસે હથિયાર છે, અને આપણે તે વાપરી શકતા નથી. કેટલી મોટી વિડંબણા! કેટલી અસહાયતા!
          જો આપણે આ બાબતને ગંભીરતાથી લેવા માંગતા હોઇએ, અને આઝાદ થવાનો સંકલ્પ કરવા માંગતા હોઇએ તો, પહેલાં આ અસહાયતાના કારણો અને પરિબળો સમજવા જોઇએ. આપણને શાસ્ત્રોમાં ષડ્ રિપુઓ વિશે કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને માયા.
            મારા મતે આ બધા દુશ્મનો એક જ અસહાયતામાંથી જન્મતા મનના વિકાર છે. એક જ મૂળભૂત અસહાયતા આપણને આ વિષચક્રમાં ફસાવા મજબુર કરે છે. આપણે મનના આ વિકારોના પ્રવાહમાં તણાઇ જઇએ છીએ – સાવ વિવશ થઇને -  એક તરણાંની જેમ – લાકડાના એક નિર્જીવ ઠુંઠાની જેમ. આ છ રિપુઓ તો પ્રવાહ છે, વહેણ છે -  માનવ જીવનના અવિભાજ્ય ભાગ છે. તે બધા પ્રવાહ પાછળના પરિબળને કારણે પેદા થતાં વમળ માત્ર છે.
        કયું છે આ પરિબળ?  કયો છે આ પ્રચંડ તાકાતવાળો જળરાશિનો ધોધ, જે જીવનને છિન્ન ભિન્ન વમળોમાં પલટી નાંખે છે, જેમાં તણાયા સિવાય આપણે કશું જ કરવા સમર્થ નથી?   કઇ  છે એ આપણી મૂળભૂત નબળાઇ જેના કારણે સર્જાતા વમળોમાંથી ઉત્પન્ન થયેલા, પેલા છ યે  દુશ્મનો અટ્ટહાસ્ય કરતા આપણી વિડંબના કરે છે?  
      એ છે -  જીવનની મૂળભૂત -  જીવનના પાયામાં રહેલી -  જગત પર પહેલા શ્વાસ લીધા તેની સાથે જ આપણી સાથે જડાયેલી – જિજીવિષા – જીવતા રહેવાનો મરણીયો પ્રયાસ. આપણી, આપણા પોતાના હોવાપણાની પાસેની એક માત્ર અપેક્ષા -  ‘મારે જીવતા રહેવું છે - મારે મરવું નથી.’ અપેક્ષાનું આ પ્રથમ ચરણ – પહેલા શ્વાસ સાથે જડાયેલી એ ચીસ – એ રૂદન . એ જ છે આપણી બધી અસહાયતાનું મૂળ.
     અપેક્ષા – પ્રયત્ન – સફળતા – મદ – લોભ -  કામના – નવી અપેક્ષા  
    અને વળી  
    અપેક્ષા -  પ્રયત્ન – અસફળતા – ક્રોધ – હતાશા -  વેર લેવાની ભાવના
    બસ! બધાં વિષચક્રો ફરી શરુ – વધારે પ્રબળ વિષચક્રો.  એજ પ્રવાહમાં વહેવાનું – ફંગોળાવાનું – કદીક પ્રવાહની ઉપરની સપાટી પર આવીને તર્યાનો આનંદ માણવાનો; અને ફરી પાછા અંદર ડૂબકી અને ગુંગળામણ. એજ વિવશતા , એજ પાછી  જન્મ ચીસ – નવા સ્વરૂપે – ‘મારે જીવવું છે – મારે મરવું નથી. ‘ 
     આ છે આપણું જીવન. અપેક્ષા – અપેક્ષા – અપેક્ષા , એજ ગુલામી – એ જ બંધન – એજ જન્મ ભરની કેદ.  
” આકાશ તો મળ્યું, પણ ઊડી નથી શકાતું.
પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.”

- શોભિત દેસાઇ
     આઝાદ થવું છે ને? જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલની જેમ મુક્ત ગગનમાં ઊડવું છે ને ?  આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?
    તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છૂટવું પડશે.

———————————————————————————————————-

ભાગ -1   :     ભાગ – 2  :      ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

3 Comments Add your own

  • 1. nilam doshi  |  October 26, 2006 at 5:51 am

    જાતને બધા આગ્રહો,બધા પૂર્વગ્રહો..શંકા.આશંકાઓ..અપેક્ષાઓથી મુકત કરી શકાય તો…સાક્ષીભાવે જીવી શકાય તો…તો આઝાદ બની શકાય.શબ્દોના શણગાર બહુ આસાન છે.પણ….
    અને અઘરૂ છે માટે જ પ્રયત્ન તો કરવો જ રહ્યો ને!અને આંશિક રીતે પણ સફળ થઇ શકાય તો પણ ઘણું સારૂ કામ થઇ શકે.
    દાદા,સરસ છે.આભાર.
    અસીમ આકાશમાં જોનાથન સીગલ ની જેમ ઉડવાની હોંશ તો હોય પણ….
    માનવીની મર્યાદાઓને અતિક્રમી શકાય તો જ એ શકય બને. ને?..

    Reply
  • [...] -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :      ભાગ  -  5   :      ભાગ  -  [...]

    Reply
  • 3. j4jules  |  March 4, 2008 at 11:07 am

    Well, I strongly believe that there are no limits if realy dream on something – we make that dream our life, nothing is impossible.

    And it all works on fundamental of ‘law of attraction’ , we attract the power we think about,

    I have read 7 habits of Highly effective people, watched the movie ‘SECRET’ and read GEETA SANDESH different time in different perspective – message is same

    Karma karo – karma ma sradhdha rakho, fal ni chinta na karo, what says be confident about ur karma and result of that karma – I m quite convinced about it

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a