બની આઝાદ – 2 – સુરેશ જાની

October 25, 2006

     આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતિક સમૃધ્ધિ વધવા માંડે.’  

     આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડ પેદાશ જ થઇ ગણાય.  અત્યારે તો સુખ અને દુઃખ બન્ને આપણને બંધનકર્તા  છે. મુખ્ય વાત તો એ છે કે પછી આપણે સુખ અને દુઃખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ.

    અભિગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે.  અને જ્યારે આમ થાય ત્યારે વસ્તુ અને ઘટનાના બીજાં પાસાં પણ આપણને દેખાવા લાગે. નવા વિકલ્પો જડવા લાગે. પ્રતિક્રિયા ન કરો એટલે, નવી ક્રિયાઓ સૂઝે – નવી શક્તિઓ પ્રગટે – નવા  રસ્તા દેખાવા માંડે.  સમય આપણને આડખીલીરૂપ નહીં , પણ સહાયક લાગવા માંડે.

    સમયના આધીન આપણે નહીં, સમય આપણને આધીન થઇ જાય.

- સુરેશ જાની

———————————————————————————————————-

ભાગ -1   :     ભાગ- 3   :   ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

1 Comment Add your own

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a