બની આઝાદ ( ભાગ -1 ) – રજની ‘પાલનપુરી’

October 24, 2006

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

- રજની ‘પાલનપુરી’          
           મને બહુ જ ગમતો આ શેર છે. સમય આગળ આપણું કશું ચાલતું નથી ; સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન  – આવા ઘણાં બધાં વિધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઊડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે.

          પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ એ એને મળેલી સૌથી મોટી મૂડી છે. આવી આઝાદી જો મળે તો સમય આપણને આધીન થયો જ સમજો. જ્યારે અંતરની વાણી આપણે સાંભળવા લાગીએ છીએ ત્યારે આ નવી આઝાદી આપણને હાથવગી થઇ શકે છે.

         પણ આ લખવામાં જેટલું સરળ છે તેટલું આચરણમાં મૂકવું સરળ નથી -  તે આપણી સૌથી મોટી મનોવેદના છે. જે આવું કરી શક્યા છે તેમના અનુયાયીઓએ આ કામ સરળ કરી આપવા એટલા બધા રસ્તા બનાવી આપ્યા છે કે,  કયો રસ્તો લેવો તેની બીજી શિરોવેદનામાં આપણે પાછા ફસાઇએ છીએ. અને એ રસ્તાઓના મતમતાંતર , અને ઝગડા અને લોહીયાળ યુધ્ધો…નવા બંધનો, નવી વ્યથાઓ અને નવી કેદો….

        અહીં આપણો પ્રયત્ન એ અંતરની વાણીને ઉજાગર કરવાનો છે. આ કામ આપણે જાતે જ કરવાનું છે. કોઇ તેમાં મદદ ન કરી શકે. આપણે જ પહેલું કદમ ઊઠાવવાનું છે અને સતત એ દિશામાં ચાલતા રહેવાનું છે.

       આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?     

- સુરેશ જાની

———————————————————————————————————-

 ભાગ – 2  :   ભાગ- 3   :   ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, રજની 'પાલનપુરી', શેર, સુરેશ જાની. .

8 Comments Add your own

  • 1. rajeshwari  |  October 26, 2006 at 4:24 pm

    બહુ જ સરસ વાત લખી છે……..પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ એ એને મળેલી સૌથી મોટી મૂડી છે.

    Reply
  • 2. ક્ષણમાં જ&hellip  |  March 13, 2007 at 1:48 am

    [...] ‘બની આઝાદ ‘ શ્રેણી વાંચો   ભાગ :   -  1  -     ……….      ભાગ  :    -   6   -   [...]

    Reply
  • 3. બની આઝાદ &hellip  |  July 4, 2007 at 3:50 am

    [...] ભાગ -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :   ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6 [...]

    Reply
  • 4. બની આઝાદ - &hellip  |  July 4, 2007 at 3:55 am

    [...] ભાગ -1   :     ભાગ- 3   :   ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6 [...]

    Reply
  • 5. બની આઝાદ - &hellip  |  July 4, 2007 at 3:56 am

    [...] ભાગ -1   :     ભાગ – 2  :      ભાગ – 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6 [...]

    Reply
  • 6. બની આઝાદ &hellip  |  July 4, 2007 at 3:57 am

    [...] ભાગ -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :      ભાગ  -  5   :      ભાગ  -  6 [...]

    Reply
  • 7. બની આઝાદ &hellip  |  July 4, 2007 at 3:57 am

    [...] ભાગ -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :   ભાગ – 4    :        ભાગ  -  6 [...]

    Reply
  • 8. wafa  |  September 25, 2007 at 11:12 pm

    - “તઝમીન’
    કદીકો’ ચાલ બદલે છે ,કદી તો તાલ બદલે છે. ગુજારો જિંદગીનો થાય માટે હાલ બદલેછે.
    જમાનાને ગળે બંધાયલી કોઇ કાલ બદલેછે

    બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
    સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
    ‘વફા’

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a