અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ

October 23, 2006

          ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
          મેં આ માત્ર વાંચ્યું જ નથી. જીવનમાં અનેક વાર અનુભવ્યું છે. માનવીની અપેક્ષાઓ જેટલી વધુ તેટલો તે વધારે દરિદ્ર.
            ભગવાન બુધ્ધ એક વાર એક મહાલયના પ્રવેશદ્વારે ભિક્ષા માટે ઊભા હતા. એ મહાલય કરોડપતિ શ્રેષ્ઠીનું હતું. શ્રેષ્ઠી બહાર જવા નીકળ્યા. તેમણે ભગવાન બુધ્ધને જોયા, પ્રતિભા જોઇ અને કહ્યું :” સન્યાસી! આપ કોણ છો એ હું નથી જાણતો, પરંતુ હું આપની પ્રતિભાથી એટલો પ્રભાવિત થયો છું, કે આપને વિનંતી કરું છું, કે મારી એક સ્વરૂપવાન કન્યા છે. આપ તેની સાથે લગ્ન કરી લ્યો. હું મારી આ સમ્પત્તિ તમને અર્પણ કરું છું. હું કરોડપતિ છું અને આપ ભિક્ષુક છો.”
              ભગવાન બુધ્ધે કહ્યું :” કદાચ જો એવું હોત.”  
              બુધ્ધનું કહેવું એવું હતું કે કદાચ જો એવું હોત હું વિચારત. પરંતું હું ભિક્ષુક નથી, તમે સમ્પત્તિવાન નથી.  જેની આંતર સમૃધ્ધિ વિશાળ છે. જેને અપેક્ષા નથી એ સમ્પત્તિવાન છે. અને જેનામાં આંતરસમૃધ્ધિ નથી , જેની અપેક્ષાઓ વધુમાં વધુ છે, તે ભિક્ષુક છે.

- શાહબુદ્દીન રાઠોડ

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, બૌધ્ધ, શાહબુદ્દીન રાઠોડ. .

3 Comments Add your own

  • 1. ઊર્મિસાગર  |  October 23, 2006 at 2:41 pm

    ” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
    એકદમ સાચી વાત… આ એક વાક્યમાં જાણે કેટલાંયે ગ્રંથોનો સાર હોય એવું નથી લાગતું??!!!!!

    Reply
  • 2. કેતન શાહ  |  September 4, 2007 at 2:28 am

    Sapne dekho, lekin use sach hone ki ummed mat rakho.

    Reply
  • 3. chetu  |  September 4, 2007 at 8:29 am

    એક્દમ સાચી વાત ..! ઉર્મી અને કેતનજી બન્ને ની વાત પણ સાચી છે..

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Hiral on પ્રેમ
Shah Ashwin K on સ્વાગત
rajeshri panchal on અપૂજ શિવાલય – ગુણવંત…
pushpa r rathod on વૃત્તિઓની લીલા – સુ…
divyesh vyas on સ્વાગત

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a