એ આવશે – સુંદરમ્
October 14, 2006
એ આવશે અંતરનો અવાજ થઇ,
કે તોપગોળો થઇને ધણેણતો.
એ આપશે સ્વર્ગ તણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ -
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ.
- સુંદરમ્
અંતરના અવાજને સાંભળતા થઇએ તે પછી આપણું કલ્યાણ જ થશે કે બધું સારું જ થશે કે આપણને સ્વર્ગ જેવું સુખ મળશે તેમ આપણે માનવા માંડીએ તો તે માન્યતા સાવ પાયા વિનાની છે.
અંતરની વાણીની શોધ કંઇક પામવા માટે નથી, કે કંઇક નવા બનવા માટે ય નથી. તે તો આપણે જેવા છીએ તેવા જ બની રહેવા માટેની શોધ છે. જ્યારે આપણે તેને સાંભળતા થઇએ, અને આપણને તે સાંભળ્યા વિના ચાલે જ નહીં તેવી સ્થિતિ પ્રાપ્ત થાય પછી સુખ અને દુઃખ, હર્ષ અને શોક એ સૌથી આપણે અલિપ્ત થઇ શકીએ છીએ.
કોઇ પણ સંજોગ આવી પડે પણ આપણું મુક્ત ઊડાણ પછી ચાલુ જ રહી શકે છે. આપણે સૌ ગુલામીઓથી મુક્ત થઇ શકીએ છીએ.
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, ત્રિપદી, સુંદરમ, સુરેશ જાની. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed