વિચાર પુષ્પ – મનસુખલાલ સાવલિયા.
October 11, 2006
મનકે હારે હાર હૈ, મનકે જીતે જીત ,
કહ કબીર પિઉ પાઇએ મનહી કી પરતીત.
- કબીર
મન, આ શરીરમાં સહુથી શ્રેષ્ઠ છે. એ હારે છે તો હાર થાય છે. એને જીતી લેવામાં આવે તો વિજય થાય છે. પ્રિયતમ પ્રભુની પ્રાપ્તિ પણ એનામાં મનને લગાડવાથી જ થાય છે.
સંસારમાં પણ મન મળ્યા હોય તો બે પ્રેમીઓ દૂર હોય તો પણ નજીક છે. મન ન મળ્યા હોય તો એક પથારીમાં પોઢવા છતાં હજારો ગાઉ દૂર છે. મનની વૃત્તિઓ ચારેબાજુ ભટક્યા કરે તેનુ નામ માયા. અને વૃત્તિઓની એકાગ્રતા થઇ જાય તેનુ નામ જ યોગ અથવા પરમાત્માનુ મિલન !
સૂર્યનું ઉદાહરણ લઇને આ વાત સમજીએ. સૂર્યના કિરણો, કાગળના કોઇ પણ ટુકડા ઉપર ઝીલવામાં આવે તો તેનાથી કાગળનો ટુકડો બળતો નથી. કારણ કે તેના હજારો કિરણો વિક્ષિપ્ત છે, વેરાયેલા છે, એકાગ્ર નથી.
પરંતુ બહિર્ગોળ કાચમાંથી સૂર્યના કિરણો પસાર કરીએ તો એ બધાં કેન્દ્દિત થઇ જાય છે. પછી તેને કાગળ ઉપર ઝીલવામાં આવે તો તરત જ કાગળ સળગી ઉઠે છે.
આપણુ મન પણ આ સૂરજ જેવું છે. એની હજારો વૃત્તિઓ વિકેન્દ્દિત છે. તે ચારેબાજુ ભટકે છે. તેથી જ્ઞાનરુપી અગ્નિ પ્રગટતો નથી. પરંતુ આ વૃતિઓને એક કરવામાં આવે તો તરત જ પ્રકાશ થાય છે. યોગ એ બહિર્ગોળ કાચ છે તેનાથી વૃતિઓને એક કરી શકાય છે.
ટૂંકમાં એકાગ્રતા જ અદ્દભુત શક્તિ છે. તેનાથી જગતના કોઇપણ કામ સિધ્ધ થાય છે અને જગતથી પર એવા જગદીશને પણ પામી શકાય છે.
મનને કોઇએ ઝડપે દોડતુ હરણ કહ્યુ છે. એ અસ્થિર નિશાન છે. એનો શિકાર કરવો હોય તો સંયમના લક્ષ્યવેધી બાણથી જ થઇ શકે !
Entry Filed under: આધુનીક ભારતીય, કબીર, ગદ્ય/ અછાંદસ, દુહા, મનસુખલાલ સાવલિયા, સંતવાણી. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Kantilal Parmar | January 5, 2008 at 6:25 am
અતિ સુંદર. કબીર વાણી વાંચવામાં અને સમજવામાં ઘણો ફેર છે. ફક્ત કબીર વાણીથી સામાન્ય લોકોની સમજમાં ખુલાસાવાર ન સમજાય માટે આ રીતે સમજાવ્યું હોય તો અચૂક ઉંડાણથી કબીર વાણી સરળતાથી સમજી શકાય. આ રીતે વધુ કબીર વાણીની સમજણનો લાભ મળે એ માટે લેખકને ભાવભરી વિનંતિ.