બાંધીએ રસ્તો – નીલમ દોશી
October 10, 2006
નથી એક માનવી પાસે
બીજો માનવી હજી પહોંચ્યો અનિલ!
મેં સાંભળ્યું છે, કયારનો બંધાય છે રસ્તો.
- રતિલાલ ‘અનિલ’
21મી સદીમાં ભૌગોલિક અંતર જરૂર ઘટયું છે. એ આપણે બધા જાણીએ છીએ, અનુભવીએ છીએ. પરંતુ વિશ્વમાનવી બનવાની કવિ શ્રી. ઉમાશંકર જોશીની કલ્પના આજે યે આપણાથી એટલી જ દૂર રહી છે. એનો ઇન્કાર થઇ શકે તેમ નથી.
એક માણસની પાસે માણસ બની તો જ પહોચાય, જો આપણે આપણી અંતરની વાણી સાંભળવાનો અને સમજવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરીએ તો. પ્રત્યેક માનવીની અંદર એક ચેતના, એક અવાજ હોય જ છે. અને ઘણીવાર સંભળાયા છતાં આપણે તે અણસાંભળ્યો કરીએ છીએ. કારણકે તે સાંભળ્યા પછી પણ તેને અનુસરવો આસાન કામ નથી. માનવીનુ આંતરમન ઉજાગર થાય, પ્રાણ જાગી ઉઠે, માંહ્યલો મહોરી ઉઠે તો એક નવી જ જિંદગીથી માનવ અને અંતે સમગ્ર વિશ્વ દૈવી પ્રકાશથી ઝળહળી રહે, અને અંતર-કટોરી આનંદથી છલકી રહે. પછી કવિ ન્હાનાલાલ જેવાએ કહેવું નહી પડે કે….
સરોવર ભરિયા,સાગર ભરિયા,ભરિયા આભ અનંત,
એક ખાલી અમ ઉરની કટોરી હરિ! ન્હાનાલાલ.
- નીલમ દોશી
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, નીલમ દોશી, વિચાર કણિકા. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
bindu m gohil | May 19, 2009 at 5:26 am
your lekh is too good.