પૈસો એ જીવન નથી – ધૂની માંડલીયા

October 6, 2006

       જીવન ગણિતનાં સમીકરણો અનુસાર ચાલતું નથી. જીવનમાં ગણિતનું એક ચોક્કસ સ્થાન જરૂર છે, પણ એ સ્થાન ભર્યા ભોજનની થાળીમાં પીરસાતી એક વાનગી જેટલું જ છે.
       ભર્યા ભાણામાં એક ચોક્કસ વાનગી તમને ભાવતી હોય એવું બને, પણ એ જ વાનગીના સ્વાદના આધારે આખા ભાણાનું મૂલ્યાંકન થાય નહીં.
        જો લેખાં જોખાંના આધારે જ જીવનના તમામ વ્યવહારો ચલાવવાનો તમારો આગ્રહ રહેશે તો એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે તમને એમ લાગશે કે, આ હરી ભરી દુનિયામાં તમે એકલા પડી ગયા છો. ઘરમાં નોટોના બંડલ પડ્યાં હશે તો ય કશીક રિક્તતા તમને પ્રતિ પળ ફોલી ખાતી હોય એવો અનુભવ થશે.
         ઘણા આજે ય એવા અનુભવનો સામનો કરતા સબડી રહ્યા છે.. જિંદગી તો વહેતો પ્રવાહ છે. એ ભગવાને બક્ષી છે. જ્યારે આપણે પાણીમાં થીજી ગયેલા બરફ જેવા છીએ.
        પ્રવાહ સાથે તરવા માંડવું એટલે મારા-તારાના હિસાબથી અળગા રહેવું તે. વહેણ અને પ્રત્યેક વંટોળને મોજથી આવકારીએ. નૃત્ય અને નિનાદને મનભર માણીએ. જો આટલું થઇ શકે તો, હજી કહી શકાય કે, તમે જીવવાની કળાની આસપાસ છો.

- ધૂની માંડલીયા

Entry Filed under: ધૂની માંડલીયા. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a