Archive for October 4th, 2006

પ્રેમ – વજુ કોટક.

                ‘પ્રેમ આંધળો છે’ એવું સૂત્ર રચનારા માનવીની ખરેખર મને દયા આવે છે, કારણ કે તારા સંસર્ગમાં આવ્યા પછી તો મને પ્રકાશનાં દર્શન થયાં છે. અને તેથી જ કહું છું કે પ્રેમ આંધળો નથી, પણ અદભુત અપાર્થિવ પ્રકાશ છે. એ પ્રકાશને જીરવવાની તાકાત ન હોય તો જરૂર માનવી આંધળો બને છે. મને લાગે છે કે પ્રેમના પ્રકાશને ન જીરવી શકનાર, અંધ બનેલા કોઇ અશક્ત પ્રેમીએ જ ઉપરનું સૂત્ર ઘડ્યું હોવુ જોઇએ.

                સાગરે એક વખત ચાંદનીને પૂછ્યું :

                ‘ઓ ચાંદની, સારીય સૃષ્ટિમાં વિધાતાએ સૌન્દર્ય ભર્યું છે. હું કોઇ પ્રત્યે આકર્ષાયો નથી, પણ તારામાં એવું શું ભર્યું છે કે તને જોઇને મારું હૈયું હિલોળે ચઢે છે. હું મસ્ત બનીને તને ભેટવા માટે તલપાપડ બનું છું અને જેમ જેમ તું ખીલતી જાય છે તેમ હું વધુ ને વધુ ગાંડોતૂર બનતો જાઉં છું’

                ચાંદનીએ શું જવાબ આપ્યો એ હું જાણતો નથી, પણ સાગરે જે શબ્દ ચાંદનીને પૂછ્યો એ પ્રશ્ન તો આજ હું તને આદિકાળથી પૂછી રહ્યો છું. 

                   *** 

2 comments October 4, 2006

શ્રદ્ધા – મોટા.

                    આપણે કંઇ પણ ન કરીએ છતાં પણ ઇશ્વર મદદ કરે એવું નથી જ. પરંતુ જો આપણને પરમેશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા હોય અને આપણાથી બનતું બધું કરી ચૂક્યા હોઇએ અને તેમાં ન ફાવી શક્યા હોઇએ ત્યારે પ્રયત્ન ચાલુ રાખી પરમેશ્વરને ખરા હ્રદયથી પ્રાર્થીએ, તો એ કૃપાળુ ભગવાન આપણને જરૂર મદદ કરે.

                     — મોટા.

Add comment October 4, 2006


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a