ચોથો કાળ – વજુ કોટક

September 23, 2006

     મને પેલો પ્રસંગ યાદ છે.

     આપણા પ્રથમ મિલનની પળે ભૂત, વર્તમાન અને ભવિષ્ય- ત્રણે કાળ મને કાંઇક વ્યાવહારિક સલાહ દેવા આવ્યા હતા.

        શ્વેતકેશી ભૂતકાળે ભવ્યતાથી કહ્યું , “ તું મને છોડીને ન જા. મેં તારાં મધુર સંસ્મરણો સાચવી રાખ્યાં છે. મેં તને પાળીને મોટો કર્યો છે. પાછો ફર, પાછો ફર. “

        વર્તમાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું:” તું મહાન છો. સારાય જગતમાં તારી કીર્તિની સુવાસ ફેલાવી રહ્યો છે. પાછો ફર. પાછો ફર.”

        ભવિષ્યકાળે ઘણી જ આકર્ષક મુખ મુદ્રાથી કહ્યું : “પુત્ર! ભાવિ પ્રજાનો આધાર તારા ઉપર છે. હું તને અમરપટો લખી આપીશ અને જગતમાં તારી પ્રતિમાની પૂજા થશે. પાછો ફર. પાછો ફર.”

       પછી ત્રણે ય બોલી ઊઠ્યા,” શું વિચાર કરે છે? ચાલ અમારી સાથે .”

        આ સાંભળીને હું મૂંઝાયો. મેં તમને પ્રાર્થના કરી: ”પ્રિય દર્શન, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું મહા મહેનતે આ લોકોના પ્રબળ પ્રલોભનમાંથી મુક્ત બનીને આવ્યો છું.”

        જરા ક્રોધભરી વાણીમાં તમે એ લોકોને કહ્યું, “ મારે શરણે આવેલાઓની બાબતમાં માથું મારવાનો તમારો અધિકાર નથી.” અને શંકરનાં ત્રીજા લોચનથી જેમ કામદેવ ભસ્મ થઇ ગયો તેમ તમારી ક્રોધ ભરી દ્રષ્ટિથી આ ત્રણે જણા બળીને ભસ્મ થઇ ગયા.

        આ પ્રસંગ પછી મને એમ લાગે છે કે હું કોઇ નૂતન જ કાળમાં જીવી રહ્યો છું. નથી રહ્યો વર્તમાન, નથી ભવિષ્ય કે નથી ભૂતકાળ.

        મારે તમને હવે તો એક જ પ્રશ્ન પૂછવાનો રહે છે અને તે એ કે, હું જે ચોથા કાળમાં જીવું છું એ કાળનું નામ શું?

 – વજુ કોટક

        વર્તમાનમાં જ આપણે જીવતા થઇએ તે પછીની માનસિક ભૂમિકાની અવસ્થાની આ વાત છે. આ અવસ્થા પછી જ શબ્દ બંધ થાય છે અને અંતરની વાણી – નિઃશબ્દતાની ભૂમિકામાં આપણે પ્રવેશી શકીએ છીએ.
        શ્રી. અરવિંદ ઘોષ આને અતિમનસ કહેતા હતા.

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, વજુ કોટક. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a