સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ

September 22, 2006

अहम् करिष्ये ! – संस्कृत

दिलसे जो बात निकलती है , असर रखती है
पर नहीं , ताकते परवाझ मगर रखती है ! – उर्दू

पर – पांखें   ;   परवाझ – पक्षी
—————————————————–    

       એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !”
      અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી : “તમારા ગયા પછી મને તો ઝાડા થઇ ગયા. બોલવા ચાલવાના હોશ રહ્યા નહીં. લગભગ બેભાન થઇ ગયો. પછી તો મેં ઇશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે, મને  અફીણ ખવડાવો. ત્યારે માંડ જરા હોશ આવ્યા.”

      પણ મેં તો ઠાકોરને ઝાટક્યા :” ભૂપતસિંહ ઠાકોર! અફીણ ખાધા વિના મરી ગયા હોત તો દુનિયામાં તમારા વિના શું ખાટું મોળું થઇ જવાનું હતું? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રિય શાના? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઇ? તેના વિના તમે મરવા પડ્યા? તમે તો તમારું ક્ષત્રિયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બન્ને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા. અફીણ જીત્યું. “

      આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઇ ગયા.

      કારણકે, આ વખતે સંકલ્પનું બળ હતું.

 - રવિશંકર મહારાજ 

( ‘મહારાજની વાતો’ માંથી )  

આ પણ અંતરની વાણી અને તેનું બળ.

હિંદુ ધાર્મિક વિધિમાં જ્યારે  ”અહમ્   કરિષ્યે ”  બોલવામાં આવે છે ત્યારે આ સંકલ્પની વાત કરવામાં આવે છે.  

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, રવિશંકર મહારાજ. .

1 Comment Add your own

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a