સત્કર્મ

September 22, 2006

                sea-shore.jpg 

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम् ग्रंथकोटिभिः
परोपकारः पूण्याय , पापाय परपीडनम् !

( જે કરોડો ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, તે હું અડધા શ્લોકમાં કહીશ. પરોપકાર પૂણ્ય માટે છે, અને પરપીડન પાપ માટે.)

         હું રમણીય સંધ્યાએ દરિયાકિનારે ફરતો હતો. મેં એક માણસને મારાથી થોડોક આગળ ચાલતો જોયો.

         મેં જોયું કે આગળ ચાલતો માણસ વાંકો વળીને કશુંક પકડતો હતો અને પછી પાણીમાં નાંખતો હતો. મને ઘણી નવાઈ લાગી. એકાદવાર કોઈ આવું કરે તો ઠીક, પરંતુ આ માણસ તો મંડી જ પડ્યો હતો.  વારંવાર નીચો નમે, કશું પકડે અને પાણીમાં નાંખે. મારાથી ના રહેવાયું.   હું ઝડપ વધારીને તેની નજીક પહોંચી ગયો. જોયું તો તે દરિયાકિનારેથી સમુદ્રતારા( તારામાછલી) પકડતો હતો અને પાણીમાં નાંખતો હતો.
          હું તેની નજીક પહોંચી ગયો અને બોલ્યો:  “ગુડ ઇવનીંગ !   મને નવાઈ લાગે છે. આ તમે શું કરો છો?”   તે બોલ્યો:  “હું આ સમુદ્રતારાને પકડીને પાણીમાં પાછા નાંખું છું.   તમને ખબર છે ને કે અત્યારે દરિયામાં ઓટ આવી છે એટલે ભરતી વખતે જે સમુદ્રતારા કિનારા પર આવી ગયા તે હવે કિનારે જ પડ્યા રહેશે. ફરી જ્યારે ભરતી આવે અને દરિયાના મોજા તેમને પાછા પાણીમાં ઘસડી જાય ત્યાં સુધીમાં તો બિચારાની શી હાલત થાય? કદાચ જીવે, બાકી તો મરી જાય.  એટલે તેમને પકડી પકડીને હું પાણીમાં નાખું છું.” 

        મેં કહ્યું: “પણ દરિયાકિનારે તો આવા કેટલાય સમુદ્રતારા હશે. કેટલાય પ્રાણીઓ હશે. અને વળી આવા તો કેટલાય દરિયાકિનારા હશે.  તમે કેટલાને પાણીમાં નાંખશો?  આ કામથી શો ફરક પડશે?” 
         તે માણસે અટક્યા વગર પોતાનું કામ ચાલુ જ રાખ્યું. પાણીમાં સમુદ્રતારાને નાંખતા નાંખતા તે હસીને બોલ્યો: “મારે મન ઘણો ફરક પડશે. મને સંતોષ થશે કે એટલાને તો હું બચાવી શક્યો.  કદાચ એમ પણ બને કે મારા આ કામથી તમારા જેવાને પ્રેરણા મળે અને જો તે પણ આવું કામ શરૂ કરે તો થોડા વધારે પ્રાણીઓ બચે.”
       મને થયું કે તે સાચું જ કહેતો હતો.
      “યાદ રાખીએ કે સત્કર્મ  ભલે ને નાનું કે થોડું હોય,તેનાથી ઘણો મોટો ફરક પડે છે.”
       બીજાના હિત માટે થોડુ સારું કામ જરૂર કરીએ.

Entry Filed under: અજ્ઞાત, ગદ્ય/ અછાંદસ, બીન ભારતીય. .

1 Comment Add your own

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a