સ્વાગત

અંતરની વાણી

       breathtaking_waterfalls_1.jpg

         

              અહીં  આપણા અંતરમાં વીરાજેલ, સમસ્ત વિશ્વના ચાલક બળના એક અંશ સમાન તત્વ સાથેની ગોષ્ટિની વાત છે. આપણે જે છીએ તેની સાથે વાત કરવાની રીત અને ભાષા, આપણને જન્મ સાથે મળેલી હતી, પણ તે તો આપણે  ખોઇ બેઠા છીએ. અને ઝાંઝવાનાં જળ જેવા વ્યર્થ પદાર્થો ખોળવા આ સુંદર પ્રકૃતિને રણ સમાન ગણીને, આપણને મળેલ અમૂલ્ય ભેટ એવા આ જીવનને ઝેર જેવું બનાવીને બેઠા છીએ. એ અંતરની વાણીને ઉજાગર કરવાનો આ પ્રયત્ન છે.

       પણ અંતરનો અવાજ સાંભળવો કઇ રીતે ? એની ભાષા શી? તે તો અવ્યક્ત છે, એક અનુભૂતિ છે. પણ આપણે આ દીશામાં પાછા વળવું હોય અને આ માટે એકમેકની સંગત અને સહાય કરવી હોય - અને તે પણ એકેમેકથી હજારો માઇલ છેટા રહીને - તો આપણા જનકોએ જે ભાષા આપણને શીખવી છે તેનો, અને એકવીસમી સદીના આ શક્તિશાળી માધ્યમનો ઉપયોગ કરીને, અંતરની વાણીને સજાગ કરવાનો આ પ્રયત્ન છે.

        અહીં વેદોચ્ચાર પણ આવશે, કુરાનના શબ્દો પણ આવશે, ઝેન, બુધ્ધ, મહાવીર, નાનક અને કબીરના શબ્દો પણ આવશે. અહીં ભજન અને ગઝલ પણ આવશે અને સાદી સીધી, ખેતરમાં બેઠેલા અદના આદમીની વાણી પણ આવશે.

       શરત માત્ર એટલી જ કે તેનો સીધો સંબંધ એ અંતરની વાણીના અવ્યક્ત શબ્દના ભાવ સાથે હોવો જોઇએ.

        માનનીય કુંદનિકાબેન કાપડીઆના પુસ્તક ‘પરમ સમીપે’ વાંચવાની શરૂઆત કરતાં આવું કંઇક કરવાની પ્રેરણા થઇ. આ પુસ્તક પણ આ ભાવનાથી જ લખાયેલું છે, અને તેમાં આવી અંતરની વાણી સાથે તાદાત્મ્ય કરાવે તેવા ઘણા શબ્દો છે. તેમાંથી ઘણું બધું અહીં સામેલ કરવા વિચાર છે. આથી અહીં આદરણીય બેનશ્રીનો જાહેર ઋણ સ્વીકાર કરું છું.

        જે અદ્રશ્ય, અશ્રાવ્ય અને અસ્પર્શનીય તત્વની સાથે ગોઠડી કરવાનો ઇરાદો છે; જે સમસ્ત જડ અને ચેતન ના અણુ અણુના અંતસ્તલથી થી માંડીને કરોડો પ્રકાશ વર્ષ સુધી પથરાયેલ પ્રચંડ બ્રહ્માન્ડ સુધી વ્યાપેલું છે; જેની અનુભૂતિ આનન્દ, ચૈતન્ય અને સત્ય થકી જ થઇ શકે છે; તે આપણા હોવાપણાના મૂળમાં રહેલા, આપણા સખા, આપણા સજન, આપણા પ્રિયતમ એવા પરમ તત્વને આ પ્રયત્ન અર્પણ છે.

 

33 Comments Add your own

  • 1. Rajendra Trivedi,M.D.  |  September 11, 2006 at 1:59 pm

    The one who put this web site needs my Greetings and Regards.
    I am Reading ANTARNI VANI and SWAGAT……..PLEASE, keep your site alive and Let hungry like me to read in my mothertoung
    GUJARATI.
    Rajendra Trivedi, M.D.

  • 2. Paumil Shah  |  October 5, 2006 at 6:37 pm

    How can I send articles for this blog ? to editors emails ?

  • 3. Paumil Shah  |  October 5, 2006 at 6:39 pm

    antarnivani is now becoming a habit without which i feel that something really was missing in life. thanks a lot for tputting this blog.

    jai jinendra

  • 4. Rutvik  |  October 5, 2006 at 9:10 pm

    Great work. We need more and more such articles.

  • 5. સુરેશ જાની  |  October 6, 2006 at 12:09 am

    ભાઇ સૌમીલ !
    તમે આપેલ પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર ! આવા પ્રતિભાવો અમને આવી સામગ્રી આપવા ઉત્સાહિત કરે છે.
    આપણા અથવા કોઇ પણ ધાર્મિક સાહિત્યમાં જે મહાન વિચારો - જીવનને સંપૂર્ણ રીતે હકારાત્મક બનાવે , પલાયનવાદી નહીં - ધરબાઇને પડ્યા છે.
    દુર્ભાગ્યે રૂઢિ અને પરંપરાઓએ આપણને સૌને સાવ ગુમરાહ કરી દીધા છે. જ્યાં જવું જોઇએ તેની સાવ વિરુધ્ધ દીશામાં.
    ખાસ કરીને યુવાન પેઢીને આની અત્યંત જરૂર છે. માત્ર અમારા જેવા જીવનને આરે ઉભેલા માટે નહીં જ. માનવ જીવન જે તીવ્ર રીતે ઉર્ધ્વગામી ગતિ કરી રહ્યું છે, તેની સાથે તમારી પેઢીએ તાલ મીલાવીને માનવતા ટકાવી રાખવા આવા હકારાત્મક વાંચનની તાતી જરૂર મને જણાઇ, તેથી મેં આ બ્લોગ શરુ કર્યો છે, અને મારા જેવા જ વિચારો ધરાવતા બીજા ચાર વ્યક્તિઓ પણ આ સંપાદન કાર્યમાં જોડાયા છે.
    તમને અથવા કોઇ પણ, જેને મારો સંપર્ક કરવો હોય તે મને ઇમેઇલ કરી શકે છે. કોઇ વિરોધ હોય તો તો ખાસ ….
    sbjani2004@yahoo.com
    આ બાબતમાં મારા પોતાના વિચારો જાણવા હોય તો નીચેની લીન્ક પર વાંચો -
    http://kaavyasoor.wordpress.com/2006/07/04/anandmayi_1/
    http://kaavyasoor.wordpress.com/2006/07/04/anandmayi_2/
    આ સાવ સ્વાનુભવથી લખેલી વાતો છે. તમને ગમે તો જણાવશો. આનંદ થશે.
    ન ગમે તો તો ખાસ જણાવવા વીનંતિ છે !

  • 6. atul vyas  |  October 19, 2006 at 9:31 pm

    Good picture & Excellent thoughts

    atul & kusum

  • 7. Manish Shah  |  October 24, 2006 at 10:10 am

    This is the first time I’ve visited such a nice Gujarati literature website. Thnks to the makers. Keep it up!! My best wishes are always with you.

  • 8. KIRIT J PARIKH  |  November 1, 2006 at 3:12 pm

    EXCELLENT EFFORT TO BRING OUR GUJARATI SOUL BACK TO OUR MORTAL BODY AND MAKING IT AN IMMORTAL EXPERIENCE
    THANKS JANI SAHEB

  • 9. neeta kotecha  |  December 22, 2006 at 10:14 am

    aadarniya Suresh bhai
    aavi vato ni aavi site ni jarurat che. sari vato ane sara vicharo j kyay sambhdva nathi malta. hu ghatkopar (mumbai) ma rahu chu. ane mummy , papa na sara sanskar na hisabe khali gar nu kam kari ne zindgi na divaso pura karva ma kai gamtu n hatu . bhajan class (Anila ben) NA JOINT kariya emne lidhe Dhiru bhai reliya jeva vyakti na public speaking na class kariya ane have aavi site vachva male che . jtlo upkar maniye etlu oochu. jai shree krishna
    neeta

  • 10. neeta kotecha  |  December 28, 2006 at 4:18 am

    aaderniya suresh bhai
    aakho divas bachachao com. nathi aapta. pan anter ni vani nu evu vyasan thai gau che k ratna nider udi to em thau k chal ne mane gamti duniya ma ek latar mari aavu. books kholi ne vachvano samay kyarek nathi malto. pan comp. ma aavi samagri malti hoy to sache khub aanad thay che. khub khub aabhar. neeta

  • 11. ashalata  |  January 2, 2007 at 10:18 pm

    avi sunder site ane sunder karya badal abhinandan !!!!!!
    PLEASE ,KEEP YOUR SITE ALIVE
    abhar
    ashalata

  • 12. pravina kadakia  |  February 2, 2007 at 7:21 pm

    ‘Antarnivani’ saabhalavaano samay nathi. Ekvisami sadino manav bhagadodmathi ucho aavato nathi. atisundar.
    pravina avinash kadakia

  • 13. Jugalkishor  |  February 2, 2007 at 9:23 pm

    અંતર મમ વિકસિત કરો, અંતર તર હે !
    અંતરની વાતોને અંતરની વંદના !
    —————————————–
    અંતર છલક છલક મમ છલકે.
    પુલકિત પુલકિત મન શું મલકે,તવ સ્મરણન્ ની ઝલકે !

    રોમરોમમાં હર્ષ અનુપમ,
    મધુર મધુર ક્ષણ ક્ષણ આ અનુભવ ;
    હૃદય-પદ્મને દલદલ નવનવ, ઉમંગ જલકણ ઝળકે !!
    ——————————————————–
    1964માં લખાયેલું આ છેક આજે,આ અંતરની વાતે સાંભરી આવ્યું !
    ================================================

  • 14. GAURAV SONI  |  February 6, 2007 at 11:03 pm

    khub saras che sures bhai .. hu pote art of living speritual karya sathe jodayel chu tamaro aa blog joine tamara mate respect vadhyu.

  • 15. Nilesh Vyas  |  March 7, 2007 at 3:00 am

    dada
    really ur great !!!

  • 16. Jay  |  March 9, 2007 at 8:01 pm

    જ્યારે જ્યારે સુંદર ફૂલોથી સુશોભિત બગીચાઓ જોઉ છું, વન ની વનરાઈઓ જોઉ છું, નિર્વ્યાજ પ્રેમ ને અનુભવું છું કે પછી અપેક્ષારહિત સ્નેહસભર લાગણીઓ કોઈ સેવામય કાર્ય કરાવે છે, ત્યારે આંતરિક રીતે જ કોઈ દિવ્ય તત્ત્વ ને અનુભવું છું…ભક્તિમય આનંદરસ જાગે છે . .. અને પરમ તત્વ તરફ હું મીટ માંડુ છુ..

  • 17. Kunal Parekh  |  March 27, 2007 at 11:15 pm

    સુરેશ કાકા,

    તમારા બીજા બ્લોગ તો જોતો જ’તો…આજે આ પણ જોયો……. મજા પડી…. :)

    આ જ રીતે લખતા રહો..અમને મમળાવવા માટે નવું નવું મુકતાં રહો….

    આવજો..

  • 18. Shailesh Parekh  |  April 5, 2007 at 12:26 pm

    I am happy to learn that an activity of bringing Gujarati poetry online is being carried out by you. I am also happy to learn that you have found my Tagore translations worth sharing with your readers. Do tell me mpore about you.

    It may interest you to learn that once a month we organise a programme on Tagore literature at Gujarati Sahitya Parishad. In our next programme on April 7, Shri Amrutbhai Vegad will talk on’Maru Shantiniketan’. On May 7 we plan to have lecture/Rabindra Sangit - Bhanusingher Padavali.

    If you have a good readership in Ahmedabad, we can keep informing you evry month and you may give it due exposure on your website.

    Regards,

    Shailesh Parekh

  • 19. aruna parekh  |  April 25, 2007 at 6:20 pm

    iam very happy to read all these,please, keep up good work

  • 20. ekxvimbijf  |  July 3, 2007 at 7:22 am

    Hello! Good Site! Thanks you! czpwrfpekzcog

  • 21. Vraj Dave  |  July 9, 2007 at 12:35 pm

    khub saras.haju dhire dhire com. favase pachhee guj.ma lakhis. sahu vachak mitro ne vahal bharya salam.

  • 22. UshaRani  |  August 22, 2007 at 8:34 pm

    true connection of Mind, Body and Soul via Antar ni Vaani.
    My eyes can see but cannot speak what my mind can think.
    that is why we call it Antar ni Vaani.

    Excellent way to express.
    I would like to learn how do I write this in Gujarati.
    Mane aavde chhe gujarati.
    gujarati lakhava maate how do I connect to the link?
    please batavo jo
    aabhar.
    UshaRani

  • 23. DR. CHANDRAVADAN MISTRY  |  September 3, 2007 at 12:20 pm

    VERY GOOD WEBSITE….MAY ANTARNI VAANI KEEP GUAJARATI BHASHA ALIVE & INSPIRE MANY TO EXPESS THEIR THOUGHTS IN GUJARATI>>>>DR. MISTRY

  • 24. Pragnaju Prafull Vyas  |  September 17, 2007 at 11:18 am

    ‘જે અદ્રશ્ય, અશ્રાવ્ય અને અસ્પર્શનીય તત્વની સાથે ગોઠડી કરવાનો ઇરાદો છે; જે સમસ્ત જડ અને ચેતન ના અણુ અણુના અંતસ્તલથી થી માંડીને કરોડો પ્રકાશ વર્ષ સુધી પથરાયેલ પ્રચંડ બ્રહ્માન્ડ સુધી વ્યાપેલું છે; જેની અનુભૂતિ આનન્દ, ચૈતન્ય અને સત્ય થકી જ થઇ શકે છે; તે આપણા હોવાપણાના મૂળમાં રહેલા, આપણા સખા, આપણા સજન, આપણા પ્રિયતમ એવા પરમ તત્વને આ પ્રયત્ન અર્પણ છે.’
    … તે પ્રસાદ ગ્રહણ કરી અમને પરમ શાન્તીનો અનુભવ કરવાની શક્તિ આપો તેવી અભ્યર્થના.
    ———————————–
    ‘તેનો સીધો સંબંધ એ અંતરની વાણીના અવ્યક્ત શબ્દના ભાવ સાથે હોવો જોઇએ.’
    …તે પણ તેની કૃપા વિના શક્ય નથી.
    પરમ પાસે, શરણાગતી ભાવથી અંતરની વાણીના અવ્યક્ત શબ્દના ભાવની યાચના સહ

  • 25. Pinki  |  September 18, 2007 at 9:11 am

    Dada,

    aaje shaaaantithi tamara antarni vaaNi saambhli

    kharekhar khub j maja aavi gai

    maru man pan kahe chhe j

    anter shaane anterthi ?

  • 26. searchgujarati  |  October 20, 2007 at 7:12 am

    http://www.searchgujarati.com
    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

    તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com

  • 27. HIren Gadhavi  |  November 4, 2007 at 9:39 am

    Hi.!!!! How r u??
    My Self Hiren doing M.phill frm S.P. University ,Gujarat with Gujarati

    Literature websites and Blogs one dedicated to Gujaratj Sahitya

    …….could u suggest me abt ur site in details and of course abt ur

    self(ur education background, when did u put ur site)?????….

    Do u hv article related internet blog and website related gujarati

    sahitya????…I m preparing thesis on it???..I need ur address,n good Responce

    which will b helpful

    too me and my subject…..I m waiting for ur kind rply as soon as

    possible bcoz I hv short time 4 preparation….Thx

  • 28. atuljaniagantuk  |  November 8, 2007 at 9:38 am

    There is no post after 4.9.2007 ?

  • 29. Kantilal Parmar  |  January 5, 2008 at 6:36 am

    સ્નેહિશ્રી સુરેશભાઈ આપ હરહમેશ અવનવું લાવો છો એ બધા માટે સમય પુરતો ન હોય છતાં સમય ફાળવી અવારનવાર એમાંથી કંઈક જાણવા સમજવા કોશિશ કરતો રહું છું. ગુજરાતી માટે મને ગૌરવ છે અને વર્ષોથી કમ્પયુટર પર એનો અભ્યાસ કરતો રહું છું. નવું અરસિક લખાણ લખી કોઈનો સમય વેડફવા કરતાં તમારા જેવા સાહિત્યના જાણકારની સામગ્રી વાંચવામાં અને સમજવામાં મને વધારે આનંદ અને સંતોષ મળે છે. કમપ્યુટર પર જનકલ્યાણમાં આવતા ભજનો રોજ એક ભજન લખી લગભગ ૫૦૦ ભજનો વેબ સાઈટ પર મૂક્યા છે. ઉપરાંત બીજું પણ એ સાઈટ પર જોવા મળશે.

  • 30. અનિમેષ અંતાણી  |  February 3, 2008 at 11:39 pm

    ૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં…

    આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો તડાફડી ટુલબાર!

  • 31. pravinash1  |  March 26, 2008 at 6:21 am

    Very nice. Never try to ignore “Antarno avaaz”

  • 32. Mehul Raval  |  April 2, 2008 at 12:38 am

    bhai tame je kai pan lakhe luu che masti nuu che અંતરની વાણી a mane game che kaik navin ma lakhi ne apoo to vadhu saru lagshe bus biju kai nahii thik che

    Avjo

    Jay swaminarayan

  • 33. tatvchnitak  |  May 3, 2008 at 4:05 pm

    bhai tmo khubaj saras mahiti ne gnan aapocho te badl mara abhinndan pathavu chu aapne ahi samju mansa tari ke aavya chie pan aapnama sachi samaj nthi aapne ahi anek mandiro ubhakari ne loko ne andhavishvasma dhkelie chie ne aa angeni jaherato pushkal aaveche tne kmani thti hashe toj jaherato aapta hashe ne mate aapnu mans vikrut che evu mane lage che ema kae sudharo thavo shaky lagto nathi bava sdhu oa ahi aavine malla mal thayche ne aapnne hetare che aapne chetaraee chie te hakikat che

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed